બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 37 lakh rupees were withdrawn from Mehsana builder account

છેતરપિંડી / કોઈ OTP, કૉલ કે મેસેજ વિના ખાતામાંથી ઉપડી ગયા રૂ.37 લાખ, મહેસાણા ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો કેસ

Dinesh

Last Updated: 04:28 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડરના ICICI બેન્કના ખાતામાંથી ઉપડી ગયા 37 લાખ; OTP, ફ્રોડ કૉલ કે ફ્રોડ લિંક વિના ખાતામાંથી ઉપડ્યા રૂપિયા

  • મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી ઉપડી ગયા 37 લાખ રૂપિયા
  • OTP, ફ્રોડ કૉલ કે ફ્રોડ લિંક વિના ખાતામાંથી ઉપડ્યા રૂપિયા
  • મહેસાણાની ICICI બેન્કના ખાતામાંથી ઉપડ્યા રૂપિયા


મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંકને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગયાની ઘટના બની છે. મળતી માહિતી મહેસાણાના ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર દુષ્યંત પટેલના ફોનમાં ઓટીપી શેર વિના સાથે બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયાની ઠગાઇ થઇ છે. બેંકમાં ખાતાની વિગત જાણવા બેંકમાં ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી ઉપડી ગયા 37 લાખ 
કોઈને ઓટીપી શેર કર્યા બાદ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાના અનેક કિસ્સા તો આપણે સાંભળ્યા છે.પરંતુ મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંક ને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગઈ છે. એક જ દિવસમાં દસ મિનિટમાં સી સી એકાઉન્ટમાંથી 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે. જો કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ પોલીસ પાસે નથી.

એક જ દિવસમાં તબક્કાવાર રૂપિયા 37 લાખ ઉપડ્યા
દુષ્યંતભાઈ  મહેસાણાના રાધનપુર રોડ ઉપર સાકેત બીજનેશ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશન કંપની નામની ઓફિસ ધરાવે છે અને ધંધાકીય કામકાજ માટે મહેસાણા સ્થિત આઈ સી આઈ સી આઈ બેંકમાં  દુષ્યંતભાઈએ સીસી એકાઉન્ટ ખોલાવ્યું છે. દુષ્યંતભાઈ વ્યવસાયે બિલ્ડર છે અને તેઓ વ્યવસાયે બિલ્ડર હોવાને કારણે પોતાના એકાઉન્ટ ની વિગત ખૂબ જ ખાનગી રહે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખતા આવ્યા છે. આમ છતાં દુષ્યંતભાઈના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં 37 લાખ રૂપિયા જેટલી રકમ ICICI બેંક્ના અન્ય કોઈકના ખાતા નંબરમાં ટ્રાન્સફર થઇ જતા તેઓ અજીબો ગરીબ ઠગાઈનો ભોગ બન્યા છે. પોતાના એકાઉન્ટમાંથી તબક્કાવાર મોટી રકમનો ઉપાડ શરૂ થતાં ચોકી ઉઠેલા દુષ્યંતભાઈ બેંકમાં દોડી જતા વધુ રકમ ટ્રાન્સફર થતાતો બચી ગઈ છે. પણ આ 37 લાખ કેવી રીતે બીજા ખાતાઓમાં પહોંચી ગયા તેનો જવાબ નથી તો બેન્ક પાસે કે નથી પોલીસ પાસે.

OTP, ફ્રોડ કૉલ કે ફ્રોડ લિંક વિના ખાતામાંથી ઉપડ્યા રૂપિયા
મહેસાણા ICICI બેંકમાં દુષ્યંતભાઈ એકાઉન્ટથી પોતાના ધંધાકીય વ્યવહાર કરતા આવ્યા છે અને વર્ષોથી આઈ સી આઈ સી આઈ બેંકના માધ્યમથી લેવડ દેવડ કરતા આવ્યા છે. પરંતુ ગત તારાખ  તા. 21/12/2022 ના 15/19 વાગે મોબાઇલ ઉપર બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 10,૦૦,૦૦૦/- ઉપડેલાનો મેસેજ  આવતા દુષ્યંતભાઈ ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ 15/20 વાગે બીજો રૂપીયા 10,૦૦,૦૦૦/- તથા કલાક 15/49 વાગે રૂપિયા 17,૦૦,૦૦૦/- ડેબીટનો મેસેજ આવતાં 37 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હોવાની જાણ થઈ હતી. 
ICICI બેંકમાં તપાસ કરતાં ફ્રોડ થયાનુ જણાઇ આવ્યુ હતું. ICICI બેંક એકાઉન્ટમાંથી માંથી સંમતિ કે જાણ બહાર અલગ-અલગ કુલ ત્રણ ટ્રાન્જેકશન દ્રારા કુલ રૂપીયા 37,૦૦,૦૦૦/- નુ ફ્રોડ થઈ જતા તપાસને અંતે  ખાતામાંથી કપાયેલ પૈસા ICICI બેંક્ના અન્યના ખાતા નંબરમાં ટ્રાન્સફર થયેલાનું સામે આવ્યું હતું. આ ત્રણેય ટ્રાન્જેક્શન માટે ફરીના બેંક રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર કોઇપણ પ્રકારના ઓ.ટી.પી. કે કોઇ ફ્રોડ કૉલ કે કોઇ ફ્રોડ લીંક પણ આવેલ ન હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ