બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 152.1 crores of losses incurred by Surat airport in the last five years

આર્થિક નુકસાન / સુરત એરપોર્ટને છેલ્લાં પાંચ વર્ષમાં 152.1 કરોડની ખોટ, ખર્ચા માથે પડ્યાં, સામે આવ્યાં નુકસાન પાછળના કારણો

Priyakant

Last Updated: 11:27 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Airport Latest News: ગુજરાતના અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલ ખોટમાં, સુરત એરપોર્ટને વધુ ફ્લાઇટ કનેક્ટિવિટી મળે તો ખોટ ઓછી થાય તેવું અનુમાન

  • ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને કરોડોની ખોટ 
  • છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટે કરી 152.1 કરોડની ખોટ 
  • ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવિટીના કારણે એરપોર્ટને નુકસાન 
  • સુરત એરપોર્ટ પર કાર્ગોનું માત્ર 20 ટકા વહન 
  • CISFની સુરક્ષાનો ખર્ચ પણ એરપોર્ટને પડી રહ્યો છે મોંઘો 

Surat Airport Latest News : ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ સુરત એરપોર્ટે છેલ્લા 5 વર્ષમાં કરોડોની ખોટ કરી છે. આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલમાં ખોટમાં ચાલી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટ કરી છે. વિગતો મુજબ ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવિટીના કારણે એરપોર્ટને નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. 

સુરતના એરપોર્ટ પર મહિને-દહાડે હજારો લોકો પરિવહન કરતા હોય છે. જોકે છેલ્લા 5 વર્ષથી આ સુરત એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પર કાર્ગોનું માત્ર 20 ટકા વહન છે. આ સાથે હવે ખોટના કારણે CISFની સુરક્ષાનો ખર્ચ પણ એરપોર્ટને મોંઘો પડી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતના અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલ ખોટમાં ચાલી રહ્યા છે. 

5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટમાં 
સુરત એરપોર્ટને પાંચ વર્ષમાં 152.1 કરોડની ખોટમાં હોવાનું સામે આવ્યું છે. આ તરફ ખોટ થવાના અનેક કારણો સામે આવ્યા છે. જેમાં ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવટી, કારગોનો માત્ર 20 ટકા ઉપયોગ અને પાંચ દિવસમાં એક જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ જેવા કારણો જવાબદાર છે. આ તરફ 2018-19માં 22.84 કરોડ, 2019-20માં 27.48 કરોડની ખોટ, 2020-21માં 40.43 કરોડ, 2021-22માં 29.36 કરોડ અને 2022-23માં 31.99 કરોડની ખોટ સુરત એરપોર્ટે સહન કરવી પડી છે. આ તરફ હવે હીરા બુર્સના શરૂ થયા બાદ વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી મળે તેવી આશા છે. વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી મળશે તો ખોટમાં બહાર નીકળવામાં મદદ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ