બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 1130 students were caught for malpractices in class-10 and 12 exams

ગાંધીનગર / બોર્ડના પરિણામ પહેલા એક્શનઃ CCTVમાં ધોરણ 10 અને 12ના 1130 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા, જુઓ હવે શું થશે

Malay

Last Updated: 04:15 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 1130 વિદ્યાર્થીને પકડી પાડવામાં આવ્યા છે. બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે.

 

  • CCTV કેમેરા શિક્ષણનું બની રહ્યાં છે ત્રીજું નેત્ર 
  • 1130 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પકડાયા
  • ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ઝડપાયા હતા 60 વિદ્યાર્થીઓ 

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિને નિયંત્રણમાં લાવવા માટે વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં લેવાઈ હતી. ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે અને ધોરણ-10નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે.

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા  પહેલાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બોર્ડ પરીક્ષામાં સ્કૂલ આચાર્યએ જ નિભાવવી  પડશે ...
પ્રતિકાત્મક તસવીર

સીસીટીવી કેમેરાની ચકાસણી કરાઈ
સીસીટીવી કેમેરા શિક્ષણનું ત્રીજું નેત્ર બની રહ્યાં છે જેના આધારે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 1130 વિદ્યાર્થીને પકડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે. વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે.

ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ
હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ  તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનાં પરિણામની તૈયારી કરવામાં આવી રહી છે. ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. 

આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ, રાજ્યભરમાંથી કુલ 16.49 લાખ  વિદ્યાર્થીઓ આપશે Exam | Class 10th and 12th board exams start in the state  from today
પ્રતિકાત્મક તસવીર

અલગ-અલગ સજાની કરાઈ છે જોગવાઇ
પરીક્ષા દરમિયાન ગેરરીતિને અટકાવવા ખંડ નિરીક્ષક, સ્થળ સંચાલક અને સ્કવોડને સ્ટેન્ડ બાય રાખ્યાં હતાં. શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ માટે નક્કી કરેલી સજાની જોગવાઇના આધારે ગેરરીતિવાળા વિદ્યાર્થીની સામે પગલાં લેવામાં આવશે. પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક, સ્ક્વોડ, સરકારી પ્રતિનિધિ, ક્લાર્ક, પટાવાળા સહિતના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરાય તેની પણ અલગ અલગ સજાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી ગેરરીતિ કરતાં પકડાય તો તેમાં પરિણામ રદ, બે વર્ષ સુધી પરીક્ષા આપી શકાય નહીં, તેમજ ફોજદારી કેસ સહિતની જોગવાઇ કરાઇ છે.

સીસીટીવી ફૂટેજના આધારે કરાયા આટલા કેસ
ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે.

1130 વિદ્યાર્થી ફ્લાઈંગ સ્ક્વોડની નજર ચૂકવી ગયા
તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-10 અને 12ના માત્ર 60 વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા 1130 ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા છે. જોકે ગેરરીતિમાં પકડાયેલા કુલ 1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ