બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023: team India learnt from the semi final match between australia and south africa

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ માટે રોહિતની રણનીતિ તૈયાર! સેમીફાઇનલ મેચથી જ ભારતને મળી ગયો જીતનો મંત્ર, બસ કરવું પડશે આ કામ

Vaidehi

Last Updated: 04:38 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વકપ 2023ની દ્વિતીય સેમીફાઈનલ જોઈને કેપ્ટન રોહિત શર્મા ફાઈનલ મેચ માટેની રણનીતિ તૈયાર કરશે. ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રીકા મેચની મદદથી ટીમ ઈન્ડિયાને વિજયમંત્ર મળી શકશે.

  • વર્લ્ડ કપ 2023ની દ્વિતીય સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાનો વિજય
  • ટીમ ઈન્ડિયાને ફાઈનલ માટે આ મેચમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે
  • ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકાની ભૂલો પરથી ભારતને વિજયમંત્ર મળશે

વિશ્વકપ 2023ની દ્વિતીય સેમીફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રીકાને માત આપીને ફાઈનલ્સમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે રવિવારે થનારી ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાનો સામનો ભારતીય ટીમ સાથે થશે. પરંતુ આ બીજી સેમીફાઈનલ મેચે ઑસ્ટ્રેલિયાને તો નહીં પણ ટીમ ઈન્ડિયાને ઘણું બધું શિખવ્યું છે.  હવે આ મેચને જોયા બાદ રોહિતે પણ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી હશે. આ લો સ્કોરિંગ મેચથી ટીમ ઈન્ડિયાને અનેક વિજયમંત્ર મળ્યાં છે. 

ટીમ ઈન્ડિયાને મળ્યો વિજયમંત્ર
દ્વિતીય સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રીકાને 3 વિકેટથી માત આપી. આ મેચમાં સાઉથ આફ્રીકાએ અનેક મોટી ભૂલો કરી જ્યારે 1-2 સાચા નિર્ણયો પણ લીધા. આ મેચમાં સાઉથ આફ્રીકા અને ઑસ્ટ્રેલિયા બંને ટીમોએ ઘણી વિકેટો ગુમાવી. હવે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ્સમાં આવી ભૂલોથી બચવું પડશે. સાઉથ આફ્રીકાએ આશરે 24 રન પર જ પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. જો કે ઑસ્ટ્રેલિયાએ પણ મેચ દરમિયાન આ જ ભૂલ રિપીટ કરી પણ સ્કોર ઓછો હતો અને સારું ડેમેજ કંટ્રોલ હતું જેથી ટીમ જીતી ગઈ.

બંને ટીમોએ કેટલાક યોગ્ય નિર્ણય પણ લીધા
બીજી તરફ આ મેચમાં જોવા મળ્યું કે કેવી રીતે બંને ટીમનાં કેપ્ટન્સે પોતાના પાર્ટ ટાઈમ બોલર્સનો યોગ્ય સમયે ઉપયોગ કર્યો. ઑસ્ટ્રેલિયાન કેપ્ટન પૈટ કમિંસે ટ્રેવિસ હેડ પાસે પરફેક્ટ ટાઈમ પર બોલિંગ કરાવડાવી અને તેમણે ટીમને 2 વિકેટ પણ લઈ આપી. તો બીજી ઈનિંગમાં સાઉથ આફ્રીકાનાં કેપ્ટન તેમ્બા બાવુમાએ એડન માર્કરમ પાસે બોલિંગ કરાવી અને તેણે ટીમ માટે મોટી વિકેટ લઈ આપી.

નબળી ફિલ્ડિંગ
આ સિવાય આપણે જોયું કે કેવી રીતે સાઉથ આફ્રીકાનાં ખેલાડીઓએ મેચમાં કેચ છોડ્યાં. આટલી મોટી મેચમાં એક-એક કેચનું ઘણું વધારે મહત્વ હોય છે જો તમારે જીત મેળવવી હોય. પણ સાઉથ આફ્રીકાનાં ખેલાડીઓએ સેમીફાઈનલમાં ઘણાં કેચ છોડી દીધા જેના લીધે તેમણે હારનો સામનો કરવો પડ્યો. તેવામાં ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાની સામે આ ભૂલ કરવાથી જરૂરથી બચશે તેવું લાગી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ