બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Pakistan to get big gift from ICC then direct entry to semi-finals

ક્રિકેટ / World Cup 2023: ... તો પાકિસ્તાનને મળી શકે છે સીધી સેમી ફાઇનલમાં એન્ટ્રી, ICCનો આ નિયમ થશે ફાયદાકારક

Pravin Joshi

Last Updated: 11:24 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન હજુ પણ સેમિફાઇનલ રમવાની રેસમાં છે. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે, પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી છે અને સેમીફાઈનલમાં પહોંચવાનો મજબૂત દાવો રજૂ કરી રહી છે.

  • વર્લ્ડકપમાં પાકિસ્તાન હજુ પણ સેમિ ફાઈનલની રેસમાં સામેલ
  • ICCનો નિયમ પાકિસ્તાનને ખાસ ફાયદો આપી શકે છે
  • 3 ટીમો પહેલાથી જ વર્લ્ડ કપ સેમિફાઇનલ પહોંચી ગઈ છે
  • સેમિ ફાઈનલમાં ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ છે

પાકિસ્તાન હજુ પણ સેમિફાઇનલ રમવાની રેસમાં છે. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે, પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી છે અને સેમીફાઈનલમાં પહોંચવાનો મજબૂત દાવો રજૂ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ICCનો નિયમ પાકિસ્તાનને ખાસ ફાયદો આપી શકે છે. આ સાથે પાકિસ્તાનને સેમીફાઈનલમાં આરામદાયક એન્ટ્રી મળી જશે. જો આમ થશે તો તેને પાકિસ્તાન માટે ICC તરફથી મોટી ભેટ માનવામાં આવશે.

લો બોલો, હજુ ચાન્સ છે! સેમીફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાન માટે બની રહ્યા  છે ત્રણ સમીકરણ, કરવા પડશે આ બે કામ | World Cup 2023 pakitan semi final  hopes pak vs nz match

3 ટીમો પહેલાથી જ ક્વોલિફાય થઈ ગઈ છે

3 ટીમો પહેલાથી જ વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. હવે ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન આ રેસમાં છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. બંને ટીમોએ વર્લ્ડ કપની 8માંથી 4 મેચ જીતી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના પોઈન્ટ સમાન છે અને નેટ રન રેટ પણ નજીક છે. આવી સ્થિતિમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો પોઈન્ટ સિવાય કોઈપણ બે ટીમનો નેટ રન રેટ પણ બરાબર હોય તો પછી કઈ ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે ?

7 વર્ષે પાકિસ્તાની ટીમને ભારતમાં આ જમવાનું નહીં મળે, શું પીરસવામાં આવશે  તેનું મેનૂ જાહેર I Pakistan Cricket Team reached Hyderabad for ICC World Cup  2023, read their food menu

ICCનો નિયમ પાકિસ્તાનના પક્ષમાં જશે

ICC નિયમો કહે છે કે જો કોઈપણ બે ટીમના પોઈન્ટ અને નેટ રન રેટ સમાન હોય તો સેમીફાઈનલમાં પ્રવેશ તે ટીમને આપવામાં આવશે જે વર્લ્ડ કપની લીગ મેચમાં વિજેતા ટીમ રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વિજેતા ટીમ પાકિસ્તાન રહી હતી. આનાથી સ્પષ્ટ છે કે જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો પોઈન્ટ સિવાય સમાન નેટ રન રેટ હશે તો પાકિસ્તાનને સેમીફાઈનલમાં પ્રવેશ મળશે. પાકિસ્તાન ટીમ માટે આ કોઈ ભેટથી ઓછું નહીં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ