બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / use your emojis carefully man lands in trouble over thumbs up reply to contract

ધ્યાન રાખજો બધા / 'થમ્સ અપ ઈમોજીનો ઉપયોગ સાચવીને કરજો નહીંતર ફસાશો, મફતમાં ખેડૂતે ભરવા પડ્યા લાખો, જાણો મામલો

Hiralal

Last Updated: 09:51 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાની એક કોર્ટનો ચુકાદો છે કે 'થમ્સ અપ ઈમોજીના ઉપયોગને હસ્તાંક્ષરના કાનૂની વિકલ્પ' તરીકે માની શકાય. કોર્ટે ખેડૂત અને ખરીદાર વચ્ચેના એક કેસમાં આવો ચુકાદો આપ્યો.

  • ઈમોજીના ઉપયોગમાં હવે સાવધાની રાખવી જરુરી
  • ખોટી રીતે ઈમોજી મોકલવાને કારણે ખેડૂતને ચુકવવા પડ્યાં લાખો રુપિયા
  • કેનેડામાં બની ઘટના 

પહેલાં જ્યારે કોઈ ટેલિગ્રામ મોકલતું હતું ત્યારે જગ્યાની મર્યાદાને કારણે હંમેશાં એક લાઇનનો ઉપયોગ કરાતો હતો, ઓછું લખ્યું છે વધુ માનીને વાંચજો. પરંતુ હવે સમય હવે બદલાયો છે પરંતુ જગ્યાની મર્યાદા તો પહેલા જેવી છે આવી જગ્યાની મર્યાદા ટાળવા અને ઓછા શબ્દોમાં ઝાઝું કહેવા માટે લોકો ઈમોજીનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ હવે ઈમોજીનો ઉપયોગ કરવામાં જાળવવું પડે તેવી એક ઘટના બની છે. 

કેનેડામાં ઈમોજીના મામલે ખેડૂતે ચૂકવવા પડ્યાં લાખો રુપિયા 
તાજેતરમાં કેનેડાના સાસ્કાચેવાનમાં આવેલી કોર્ટ ઓફ કિંગ્સ બેન્ચમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક જજે ચુકાદો આપ્યો હતો કે "થમ્સ-અપ" ઇમોજીસના ઉપયોગને હસ્તાક્ષરનું માન્ય સ્વરૂપ ગણી શકાય અને કોર્ટે ખેડૂત ક્રિસ એક્ટરને અનાજ ખરીદનાર સાથે કરાર પૂરો કરવામાં નિષ્ફળ રહેવા બદલ $61,442 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

શું બની હતી ઘટના 
વાત એવી બની કે ક્રિસ એક્ટર નામના ખેડૂત અને ખરીદાર કેન્ટ મિકલેબરો વચ્ચે 86 ટન શણની ખરીદીનો કરાર થયો હતો. કરાર પહેલા  કેન્ટ મિકલેબરોએ ક્રિશની સાથે ફોન પર વાતચીત કરી અને કરારની તસવીર મોકલી હતી અને સાથે એક થમ્સ અપ ઈમોજી પણ સેન્ડ કર્યું હતું. હવે બધાને ખબર છે કે થમ્સ અપ ઈમોજીનો ઉપયોગ કોઈ કામને અપ્રુવ કરવા માટે થતો હોય છે. કેન્ટ મિકલેબરોએ ક્રિશને કરાર પર સહી કરવાનું જણાવ્યું હતું હવે બન્યું એવું પણ સામે ક્રિશે પણ મિકલબોરોને થમ્સ અપ ઈમોજી દ્વારા જવાબ આપ્યો. પરંતુ ઘણા સમય સુધી ડિલિવરીનો કરાર પૂરો ન કરી શકાય હવે ઈમોજીને લઈને એકબીજા ખોટું સમજ્યા તેમાં ગોટાળો થયો, ખરીદાર કેન્ટ મિકલેબરોએ થમ્સ અપ ઈમોજીનો અર્થ ખેડૂતે કરાર પૂરો કરવાનું સ્વીકારી લીધું છે તેવો માન્યો પરંતુ ખેડૂતનો દાવો છે કે મારા ઈમોજી મોકલવાનો અર્થ એટલો જ હતો કે મને કરાર મળી ગયો છે, કરારની શરતો માનવાનો અર્થ નહોતો. જોકે કોર્ટે ખેડૂતની વાત માનવાનો ઈન્કાર કરીને ઈમોજીને કાનૂની હસ્તાંક્ષર તરીકે માન્ય ગણ્યો અને આ રીતે ખેડૂત ક્રિશને મિકલેબરોને $61,442 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રીતે ખેડૂતને મફતમાં $61,442 ચુકવવાનો વારો આવ્યો. એટલે ઈમોજીનો કાળજીપૂર્વક કરવામાં આવે તેવી સલાહ છે નહીંતર ખેડૂત જેવું કોઈની સાથે બની શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ