બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Union Minister Parshottam Rupala has given a statement regarding the Salangpur dispute.

પ્રતિક્રિયા / સાળંગપુર ભીંતચિત્ર વિવાદ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન, જુઓ શું રાખ્યો પક્ષ

Kishor

Last Updated: 06:48 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સાળંગપુર વિવાદ અંગે નિવેદન આપ્યું છે, તેઓએ આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી જુઓ શું કહ્યું આ અહેવાલમાં !

  • સાળંગપુર ભીંતચિત્ર વિવાદ અંગે કેન્દ્રીય મંત્રીનું નિવેદન 
  • કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આપ્યું સાળંગપુર વિવાદ અંગે નિવેદન
  • કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ આખા દેશમાં ગાજી રહ્યો છે એક પછી એક સંતો, મહંતો અને આગેવાનોના નિવેદનો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. સાળંગપુર વિવાદ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ નિવેદનમાં આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ.

આ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ: રૂપાલા
મહત્વનું છે કે આજે સાળંગપુર મંદિરમા હિંદુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 લોકો પહોંચ્યા હતા. જ્યા મંદિરમા બંધ બારણે સ્વામિનાાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રોનો 2 દિવસમાં નિકાલ કરવાનુ આશ્વાસન આપ્યુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

I.N.D.I.A ગઠબંધનને હજી પહેલી પરીક્ષા પાસ કરવાની છેરૂપાલા
સાથે જ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ વન નેશન વન ઇલેક્શનને અંગે પીએમ મોદીએ 2014માં જ એક દેશ એક ચૂંટણીની વાત કરી હતી. તેવી પ્રતિક્રિયા આપી હતી. તો I.N.D.I.A ગઠબંધન અંગે કહ્યું કે આ ગઠબંધન હમણાં જ બન્યું છે. I.N.D.I.A ગઠબંધનને હજી પહેલી પરીક્ષા પાસ કરવાની છે. ગઠબંધનના લોકો અંદરોઅંદર ડરી રહ્યા છે કે આમાંથી કેટલા લોકો ચૂંટણી સુધી સાથે રહેશે તેનો તેમને ડર છે. દેશ હિતમાં કોઈ કામ થતું હોય એમાં બધાએ સાથ અને પોતાનો મત આપવો જોઈએ. તેમ અંતમાં રુપાલાએ જણાવ્યું હતું.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ