બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / The world's greatest tennis player Serena Williams has announced her retirement, will play her last match at the US Open

ખેલ / વર્લ્ડની મહાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કર્યું નિવૃતીનું એલાન, US ઓપનમાં રમશે છેલ્લી મેચ

Hiralal

Last Updated: 09:11 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડની નંબર વન અમેરિકી ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ટેનિસમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. જોકે તેઓ તેમની છેલ્લી મેચ યુએસ ઓપનમાં રમશે.

  • અમેરિકી ટેનિસ સ્ટર સેરેના વિલિયમ્સ હવે લેશે વિરામ
  • ટેનિસમાંથી કર્યું નિવૃતીનું એલાન
  • ઓગસ્ટના અંતમાં US ઓપનમાં રમશે છેલ્લી મેચ 
  • સેરેનાના નામે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ

40 વર્ષીય અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ હવે ટેનિસમાંથી વિદાય લેવા માગે છે. ટેનિસની દુનિયામાં સેરેનાનો જોટો જડે તેવો નથી. પરંતુ હવે તેને લાગી રહ્યું છે તેની નિવૃતીનો સમય આવી ગયો છે અને તે પ્રમાણે તેણે જાહેર કરી દીધું છે. 

ઓગસ્ટના અંતમાં યુએસ ઓપનમાં છેલ્લી મેચ રમશે 
ટેનિસ લેજન્ડ સેરેના વિલિયમ્સે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સેરેનાએ મંગળવારે કહ્યું કે, તે ટેનિસથી દૂર જઈ રહી છે અને આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલી યુએસ ઓપન બાદ ટેનિસ કરિયરને અલવિદા કહેવાની યોજના ધરાવે છે. એક વર્ષ સુધી ટેનિસ કોર્ટમાં ગેરહાજર રહ્યા બાદ જૂનમાં રમાયેલી વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ મારફતે તેણે સિંગલ્સ ઈવેન્ટમાં પુનરાગમન કર્યું હતુ.  સેરેનાએ પુનરાગમન કર્યા બાદ સોમવારે તેની માત્ર બીજી સિંગલ્સ મેચ રમી હતી. તે મેચ ટોરન્ટો ઓપનની હતી જ્યાં સેરેનાએ સ્પેનની નુરિયા પારીજાસ ડિયાઝને હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. 

સોશિયલ મીડિયા પર નિવૃતીના સમાચાર આપ્યાં 
40 વર્ષીય સેરેનાએ સોશિયલ મીડિયા પર નિવૃતીના સમાચાર આપતા લખ્યું કે  તે હવે ટેનિસ કારકિર્દીના આખરી તબક્કે ઉભી છે. સેરેનાએ કહ્યું, "મને નિવૃત્તિ શબ્દ ક્યારેય ગમ્યો નહીં. તે મને આધુનિક શબ્દ જેવું લાગતું નથી. હું તેને સંક્રમણ તરીકે જોઉં છું, પરંતુ હું તે શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે સંવેદનશીલ બનવા માંગું છું. હું શું કરવા જઈ રહી છું તેનું વર્ણન કરવા માટે કદાચ શ્રેષ્ઠ શબ્દ વિકાસ છે.

હવે ટેનિસથી દૂર જવા માગું છું- સેરેનાએ લખ્યું 
સેરેનાએ આગળ લખ્યું કે હું તમને એ કહેવા માટે અહીં છું કે હું ટેનિસથી દૂર અન્ય બાબતો તરફ આગળ વધી રહી છું જે મારા માટે મહત્વની છે." થોડાં વર્ષો પહેલાં મેં ચૂપચાપ સેરેના વેન્ચર્સ ફર્મ શરૂ કરી હતી. તે પછી તરત જ, મેં મારા કુટુંબને સ્થાયી કર્યું. હું એ વેન્ચરનો વિકાસ કરવા માગું છું. 

સેરેનાના નામે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ
સેરેના વિલિયમ્સે તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ 2017માં જીત્યું હતુ. સેરેના અત્યાર સુધીમાં 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે અને તે માર્ગારેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરવાથી એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ દૂર છે. વર્ષ 2017માં પુત્રી ઓલિમ્પિયાને જન્મ આપ્યા બાદ તે ચાર વખત ફાઈનલમાં પ્રવેશવા છતાં આ સિદ્ધિ હાંસલ કરવાનું ચૂકી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ