બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Skymet predicts Cyclone Biporjoy heading towards Karachi

આગાહી / સ્કાયમેટની રાહત આપતી આગાહી: બિપોરજોય વાવાઝોડું કરાચી તરફ જશે, પણ ગુજરાતના દરિયાકિનારે 120ની ઝડપે પવન ફૂંકાશે

Dinesh

Last Updated: 04:59 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કાયમેટએ જણાવ્યું કે, વાવાઝોડું આગળ વધતાની સાથે નબળુ પડશે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે તેમજ ગુજરાતના દરિયા કિનારે 100થી 120ની ઝડપે પવન ફૂંકાશે

  • બિપોરજોય વાવાઝોડું કરાચી તરફ જવાનું સ્કાયમેટનું અનુમાન
  • વાવાઝોડું આગળ વધતાની સાથે નબળુ પડશેઃ સ્કાયમેટ
  • વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશેઃ સ્કાયમેટ

દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, આ ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે અને આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે ત્યારે બિપોરજોય વાવાઝોડું કરાચી તરફ જવાનું સ્કાયમેટનું અનુમાન છે 

વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે:સ્કાયમેટ
સ્કાયમેટએ જણાવ્યું કે, વાવાઝોડું આગળ વધતાની સાથે નબળુ પડશે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે તેમજ ગુજરાતના દરિયા કિનારે 100થી 120ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે પવન ફૂંકાતા તટિય વિસ્તારમાં નુકસાનની સંભાવના છે વધુમાં જણાવ્યું કે, 15 જૂન સુધી ભારે પવન ફૂંકાવવાની સ્કાયમેટની આગાહી છે.

ગુજરાતમાં વાવાઝોડાની અસર
સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડાની અસર આજથી શરૂ થઈ જશે તેમજ કેટલાક દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તેમજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ બે ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. સ્કાયમેટે વધુમાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ