બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan believes OTT content requires censorship said Vulgarity, nudity, expletives should stop

મનોરંજન / OTT પર કેમ ભડક્યો સલમાન ખાન? કહ્યું તમારી દીકરી ચૂપકેથી આવું બધુ જોશે તો કેવું લાગશે?

Megha

Last Updated: 12:41 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હું 1989 થી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને મેં ક્યારેય આવું કંઈ નથી કર્યું. OTT પર અશ્લીલતા, ન્યૂડિટી, ગાળો બતાવવામાં આવે છે તેને બંધ કરવી જોઈએ. - સલમાન ખાન

  • OTT પ્લેટફોર્મ પર અભદ્ર ભાષા, અશ્લીલ દ્રશ્યો વિશે સલમાને આપી સલાહ 
  • ફિલ્મ નિર્માતાઓ સારું કન્ટેન્ટ આપે તો સારું રહેશે
  • OTT કન્ટેન્ટની સેન્સરશીપ થવી જોઈએ 

બૉલીવુડના દબંગ કહેવાતા સલમાન ખાનની ફિલ્મોમાં એક વાત મહત્વની વાત હોય છે કે તેની ફિલ્મમાં ઈન્ટિમસી કે કિસિંગ સીન બતાવવામાં આવતા નથી એટલા માટે તમે પરિવાર સાથે બેસીને સલમાન ખાનની કોઈ પણ ફિલ્મો આરામથી જોઈ શકો છો. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાને OTT પ્લેટફોર્મ પર અભદ્ર ભાષા, અશ્લીલ દ્રશ્યો અને હિંસા વિશે વાત કરતાં પોતાનો મંતવ્ય પણ જણાવ્યો હતો. 

સલમાને આપી કઈંક આવી સલાહ 
આ બધા વિશે વાત કરતાં સલમાન ખાનના મતે ફિલ્મ નિર્માતાઓ સારું કન્ટેન્ટ આપે તો સારું રહેશે કારણ કે આજકાલ ફોન પર બધું જ ઉપલબ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં સલમાને કહ્યું- હવે ઓટીટી ટીવી કરતા વધુ કુલ થઈ ગયું છે, જે મને યોગ્ય નથી લાગતું. પહેલા જે પેરેરલ સિનેમા હતું તે હવે OTT બની ગયું છે. મારા મત મુજબ રામ ગોપાલ વર્મા OTT પર આવું કન્ટેન્ટ શરૂ કરનાર પહેલા હતા. જેને લોકો ખૂબ જોતાં હતા અને એ બાદ બીજાઓ પણ આ કરવા લાગ્યા. પણ મને આવા કન્ટેન્ટ પર ભરોસો નથી. હું 1989 થી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને મેં ક્યારેય આવું કંઈ નથી કર્યું. OTT પર અશ્લીલતા, ન્યૂડિટી, ગાળો બતાવવામાં આવે છે તેને બંધ કરવી જોઈએ. 

OTT કન્ટેન્ટની સેન્સરશીપ થવી જોઈએ 
આ વિશે વાત કરતાં આગળ સલમાન ખાને કહ્યું હતું કે,' હવે ફોન પર બધું આવી ગયું છે. ચાલો તમારું 15-16 વર્ષનું બાળક જુએ તો કોઈ નહીં પણ શું તમને ગમશે કે તમારી નાની દીકરી ભણવાના બહાને આ બધું જુએ. મને લાગે છે કે OTT પર સ્ટ્રીમ થતાં કન્ટેન્ટની તપાસ કરવી જોઈએ. કન્ટેન્ટ જેટલું ક્લીન હશે તેટલું સારું રહેશે અને તેની વ્યુઅરશિપ પણ વધશે. ફિલ્મોની સેન્સરશિપ છે અને ટીવી પર પણ સેન્સરશિપ છે, તો પછી OTT માટે કેમ નહીં?

OTTના કારણે ઘણા લોકોને કામ મળ્યું છે
સલમાને વધુમાં જણાવ્યું કે“તમે લવ મેકિંગ સીન, કિસ, એક્સપોઝ પર્ફોર્મિંગ કર્યા અને તમને ગમશે કે તમે તમારા બિલ્ડિંગની નીચે જાઓ છો અને ચોકીદાર-લિફ્ટમેન તમારું આ કન્ટેન્ટ જોઈ રહ્યો છે. મને એ સારું ન લાગે. સુરક્ષાની રીતે પણ તે સારું નથી. આપણે ભારતમાં રહીએ છીએ, થોડું ઘણું ચાલે. જો કે હવે તે થોડું નિયંત્રણમાં આવી ગયું છે. લોકો OTT પર પણ સારું કન્ટેન્ટ લાવી રહ્યા છે.' સાથે જ OTT પ્લેટફોર્મની પ્રશંસા કરતાં તેમને કહ્યું કે OTTના કારણે ઘણા લોકોને કામ મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ