બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / PAK vs SL: Pakistan out of Asia Cup, crushing loss to Sri Lanka, Mendis-Aslanka play match-winning innings

ભારત-લંકા ફાઈનલમાં / પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર, શ્રીલંકા સામે કારમી હાર, મેન્ડિસ-અસલંકાએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી

Pravin Joshi

Last Updated: 01:49 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાએ સુપર-4 મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે તે 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે.

  • શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું
  • પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થયું
  • 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે

એશિયા કપ 2023 ના સુપર-4 ની મહત્વપૂર્ણ મેચમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ડીએલએસના નિયમો અનુસાર આ મેચમાં શ્રીલંકાને 252 રનનો ટાર્ગેટ હતો જે તેણે 42 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમની આ જીતમાં કુસલ મેન્ડિસે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ચરિથ અસલંકાએ પણ 49 અણનમ રન બનાવ્યા હતા. હવે શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે. આ મેચમાં શ્રીલંકાની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રન બનાવવાના હતા, જેમાં પ્રથમ 3 બોલમાં માત્ર 2 રન જ બન્યા હતા. શ્રીલંકાએ ચોથા બોલ પર તેની 8મી વિકેટ ગુમાવી હતી. હવે શ્રીલંકાને જીતવા માટે છેલ્લા 2 બોલમાં 6 રન બનાવવાના હતા. અસલંકાએ પાંચમા બોલ પર ચોગ્ગો માર્યો અને છેલ્લા બોલ પર 2 રન લઈને ટીમને ફાઈનલમાં લઈ ગઈ.

 

નિસાંકા અને મેન્ડિસે ઇનિંગ સંભાળી

આ મેચમાં જ્યારે શ્રીલંકાની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે કુસલ પરેરાએ ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું, પરંતુ 20ના સ્કોર પર 1 રન લેવાના પ્રયાસમાં પરેરા 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ પછી બેટિંગ કરવા આવેલા કુસલ મેન્ડિસે નિસાન્કાને ખૂબ જ સારો સાથ આપ્યો અને પ્રથમ 9 ઓવરમાં ટીમને વધુ આંચકો લાગવા દીધો નહીં. બંને ખેલાડીઓએ મળીને સ્કોર 57 રન સુધી પહોંચાડ્યો હતો. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે પ્રથમ 9 ઓવરની રમત પૂરી થયા બાદ રનની ગતિ ધીમી થવા દીધી ન હતી. આ દરમિયાન 77ના સ્કોર પર શ્રીલંકન ટીમને બીજો ફટકો પથુમ નિસાંકાના રૂપમાં લાગ્યો હતો જે 29 રનના અંગત સ્કોર પર શાદાબ ખાનનો શિકાર બન્યો હતો. આ પછી કુસલ મેન્ડિસને સપોર્ટ કરવા માટે સાદિરા સમરવિક્રમા મેદાન પર આવ્યો. બંનેએ સાથે મળીને પાકિસ્તાની બોલરો તેમજ ફિલ્ડરો પર દબાણ બનાવ્યું અને બાઉન્ડ્રી સિવાય પણ તેઓ સતત 1 અને 2 રન બનાવતા રહ્યા. જેના કારણે શ્રીલંકાની ટીમ ટાર્ગેટ તરફ આગળ વધી રહી હતી. સાદિરા સમરવિક્રમા અને કુસલ મેન્ડિસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 100 રનની શાનદાર ભાગીદારી જોવા મળી હતી. શ્રીલંકાની ટીમે 177ના સ્કોર પર સમરવિક્રમાના રૂપમાં તેની ત્રીજી વિકેટ ગુમાવી હતી. જેને 48ના અંગત સ્કોર પર ઈફ્તિખાર અહેમદે પેવેલિયન મોકલ્યો હતો.

ઈફ્તિખાર અહેમદે 3 અને શાહીન આફ્રિદીએ 2 વિકેટ ઝડપી

કુસલ મેન્ડિસ શ્રીલંકન ટીમને જીત તરફ લઈ જવા માટે એક છેડેથી સતત કામ કરી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેણે 91 રનના અંગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાએ 222ના સ્કોર પર કેપ્ટન દાસુન શનાકાના રૂપમાં તેની 5મી વિકેટ ગુમાવી હતી. ચારિથ અસલંકાએ એક છેડેથી ઇનિંગ્સ પર નિયંત્રણ રાખ્યું હતું અને ઇનિંગના છેલ્લા બોલ પર જીત મેળવીને પરત ફર્યો હતો. ચરિથ અસલંકાએ આ મેચમાં 49 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદે 3 અને શાહીન આફ્રિદીએ 2 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનની ઇનિંગ્સમાં રિઝવાન અને ઇફ્તિખારે શાનદાર પ્રદર્શન કર્યું 

પાકિસ્તાનની ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 9ના સ્કોર પર તેને ફખર ઝમાનના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. આ પછી સુકાની બાબર આઝમ અને અબ્દુલ્લા શફીકે ઈનિંગને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. વેલ્લાલાઘે 29ના અંગત સ્કોર પર બાબરને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે શફીક 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં પાકિસ્તાનની અડધી ટીમ 130ના સ્કોર પર હારી ગઈ હતી. અહીંથી મોહમ્મદ રિઝવાને ઈફ્તિખાર અહેમદ સાથે મળીને ન માત્ર ઈનિંગની જવાબદારી સંભાળી પરંતુ ઝડપથી રન બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી. બંને વચ્ચે 108 રનની ભાગીદારીએ પાકિસ્તાનના સ્કોરને 250થી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં રિઝવાને 86 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે ઇફ્તિખારે 47 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં મતિશા પથિરાનાએ 3 જ્યારે પ્રમોદ મદુશને 2 વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ