બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / On Nawab Malik, Devendra Fadnavis writes an open letter to ally Ajit Pawar

મુંબઈ / 'આ બરોબર નથી', સાથી ડેપ્યુટી CM અજિત પવાર પર ભડક્યાં દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રમાં ફરી ડખો

Hiralal

Last Updated: 09:50 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં પાછો ડખો પડ્યો છે. એનસીપી નેતા નવાબ મલિકની વિધાનસભા હાજરી પર ડેપ્યુટી સીએમ ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે.

  • મહારાષ્ટ્ર સરકારનું માંડ રાગે પડેલું ગાડું ફરી પાછું અટવાયું 
  • નવાબ મલિકની વિધાનસભાની હાજરી પર ફડણવીસને વાંધો 
  • અજિત પવારને પત્ર લખીને કહ્યું, આ યોગ્ય નથી 

મહારાષ્ટ્ર સરકારનું માંડ રાગે પડેલું ગાડું ફરી પાછું અટવાયું છે. અવારનવાર મહારાષ્ટ્રના રાજનીતિ ચર્ચાની એરણે ચઢતી હોય છે અને ક્યારેક ગઠબંધનના ભાગીદારોની લડાઈ પણ સામે આવતી હોય છે. હવે નવા ઘટનાક્રમમાં ફરી પાછી ગઠબંધનના ભાગીદારો વચ્ચે તકરાર પડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ છે એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિક.

દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને મોં પર કહ્યું 
મની લોન્ડરિંગ કેસમાં જામીન પર છુટેલા એનસીપી નેતા નવાબ મલિકની વિધાનસભામાં એન્ટ્રી લઈને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બીજા ડેપ્યુટી સીએમ અજીત પવારને પત્ર લખી નવાબ મલિકની હાજરી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે નવાબ મલિક પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેથી તેમને સત્તારૂઢ ગઠબંધન 'મહાયુતિ'માં સામેલ કરવા યોગ્ય નથી. અજીત પવારને લખેલા પત્રમાં ફડણવીસે કહ્યું કે, "સત્તા આવે છે અને જાય છે, પરંતુ દેશ મહત્વનો છે. જો તેમની (નવાબ મલિક) સામેના આરોપો સાબિત ન થાય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. પરંતુ અમારો સ્પષ્ટ મત છે કે જ્યારે તેમની સામે આવા આરોપો હોય છે, ત્યારે તેમને મહાયુતિમા સામેલ કરવા યોગ્ય નથી.  

નવાબ મલિકની વિધાનસભાની હાજરી પર ફડણવીસને વાંધો 
મની લોન્ડ્રિંગ કેસમાં જામીન પર બહાર આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે 7 ડિસેમ્બરે પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભા સત્રમાં હાજરી આપી હતી. નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રના પ્રથમ દિવસે તેઓ વિધાનભવન પરિસરમાં અજિત પવારની આગેવાની હેઠળના જૂથના સભ્યોની બાજુમાં પાછળની હરોળની બેન્ચ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ પહેલા 64 વર્ષીય નવાબ મલિકનું અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીના નેતા અનિલ પાટીલે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

નવાબ મલિકની સાથે- અજિત પવાર જૂથ
આ પત્ર બાદ અજીત પવાર જૂથની પ્રતિક્રિયા આવી છે. અજિત પવારના પ્રવક્તા સૂરજ ચવ્હાણે કહ્યું હતું કે તેઓ નવાબ મલિકને ટેકો આપે છે. એવું કહેવામાં આવ્યું છે કે આ તેમની પાર્ટીની ઇચ્છા છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા કોઈની સામે આરોપ સાબિત કરવામાં આવે તે પહેલા કોઈને દેશદ્રોહી કહેવા યોગ્ય નથી. અજિત જૂથે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ નવાબ મલિકની સાથે છે.

કોણ છે નવાબ મલિક?
મહા વિકાસ અઘાડી સરકારમાં એનસીપી ક્વોટામાંથી મંત્રી રહેલા નવાબ મલિક મૂળ ઉત્તર પ્રદેશના છે. તેમનો આખો પરિવાર 1970માં યુપીથી મુંબઇ શિફ્ટ થયો હતો. તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટીથી કરી હતી. ત્યાર બાદ તેઓ શરદ પવારની પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. નવાબ મલિક પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મલિકે 1970માં મહારાષ્ટ્રની મુસ્લિમ બહુમતી ધરાવતી નહેરુ નગર બેઠક પરથી પેટા ચૂંટણીમાં સપાની ટિકિટ પર પહેલી વાર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. 1996ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ફરી નહેરુ નગર સીટ પરથી સપાની ટિકિટ પર જીત મેળવી હતી. 2004માં મલિક શરદ પવારની એનસીપીમાં જોડાયા હતા અને નહેરુ નગર બેઠક પરથી જીતની હેટ્રિક જીતી હતી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં સીમાંકન બાદ મલિક અનુશક્તિ નગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા અને સતત ચોથી વાર ધારાસભ્ય બન્યા. 2014ની ચૂંટણીમાં અનુશક્તિનગર બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર ઓછા અંતરથી હાર્યા હતા. 2019ની ચૂંટણીમાં મલિકે ફરી ચૂંટણી લડી હતી અને પાંચમી વખત ધારાસભ્ય બન્યા હતા. 2020માં તેઓ એનસીપી મુંબઈના અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ એનસીપી પ્રમુખ શરદ પવારની ખૂબ નજીક માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ