બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / મુંબઈ / Nitin Gadkari big statement is that you will be charged according to the number of kilometers you travel

નિવેદન / 'જેટલો રોડ યુઝ કરશો તેટલો જ Toll કપાશે', જુઓ ટોલ ટેક્સ મુદ્દે શું બોલ્યા નીતિન ગડકરી

Vishal Khamar

Last Updated: 05:01 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો હતો કે આ નવી સિસ્ટમ સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ હેઠળ સમય અને નાણાંની બચત કરી શકાય છે.

 કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટોલ નાબૂદ કરવા જઈ રહી છે. 

બુધવારે (27 માર્ચ, 2024) મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું – અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.

સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમથી લોકોને કેવી રીતે ફાયદો થશે?

કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો કે આ નવી સિસ્ટમ (સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ) હેઠળ સમય અને નાણાંની બચત થશે. જો કે, પહેલા મહારાષ્ટ્રના મુંબઈથી પુણે સુધીની મુસાફરીને પૂર્ણ કરવા માટે નવ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે તે માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાય છે.

વધુ વાંચોઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ આવ્યું 50 થી નીચે

મોદી સરકાર તમામ શહેરો અને લાંબા રૂટમાં ઈ-બસ ચલાવશે

કેન્દ્રીય મંત્રીએ અગાઉ 18 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં તમામ ભારતીય શહેરોમાં અને દિલ્હી-શિમલા, દિલ્હી-ચંદીગઢ તેમજ મુંબઈ-પુણે જેવા કેટલાક લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના ધરાવે છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ એનડીટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે બેટરીના ભાવમાં ઘટાડાથી મુસાફરો માટે બસ ભાડામાં 30% ઘટાડો થશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ