બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / MOMOS ARE DANGEROUS FOR HEALTH, MOMOS AND RED CHUTNEY DAMAGES THE INTERNAL BODY

હેલ્થ / મોમોઝ બગાડી મૂકશે કિડની અને પેન્ક્રિઆસ, મોટો ડોક્ટરે ન ખાવાના દેખાડ્યાં 5 મોટા વૈજ્ઞાનિક કારણ

Vaidehi

Last Updated: 08:08 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ MOMOS ખાવું ગમે છે? તો ચેતી જજો. મોમોઝ અને તેની સાથે મળતી લાલ ચટણી તમારો જીવ લઈ શકે છે. એક્સપર્ટસે ખુલાસા કર્યાં.

  • MOMOSથી શરીરને પહોંચે છે ગંભીર નુક્સાન
  • રિપોર્ટ સહિત એક્સપર્ટસે કર્યો ખુલાસો
  • મોમોઝ અને લાલ ચટણી બંને શરીરને અંદરથી કરે છે ખરાબ

Momos નોર્થ ઈન્ડિયાનાં લોકોનો મનપસંદ સ્ટ્રીટ ફુડ છે. સમગ્ર ભારતમાં હવે તો મોમોઝ ખાવાનાં શોખીન લોકો જોવા મળે છે. ત્યારે હાલમાં કેટલીક એવી રિપોર્ટસ્ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મોમોઝની અને તેની સાથે આપવામાં આવતી ચટણી જીવલેણ છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે મોમોઝ સિલ્વર એટલે કે એલ્યુમિનિયમનાં સ્ટીમરમાં બને છે. તેથી તે શરીર માટે અત્યંત નુક્સાનકારક સાબિત થાય છે. ટ્વિટર પર ન્યૂરો એન્ડ સ્પાઈન સર્જન ડોક્ટર વિકાસ કુમારે મોમોઝને લઈને 5 એવી વૈજ્ઞાનિક બાબતો જણાવી છે જે જોયા બાદ તમે પણ મોમોઝનું સેવન બંધ કરશો.

1. મેંદો હાડકાઓને ખરાબ કરે છે
મોમોઝ મેંદાથી બનેલા હોય છે. મેંદો ઘઉંનું જ એક ઉત્પાદન છે જેમાં પ્રોટીન તેમજ ફાઈબર કાઢી  મૃત સ્ટાર્ચ જ હોય છે. મેંદો પ્રોટિન રહિત હોવાને લીધે તેની પ્રકૃતિ એસિડિક થઈ જાય છે અને તે શરીરમાં હાડકાઓનાં કેલ્શિયમને ખેંચી લે છે. મેંદો સારી રીતે પચતો નથી અને અનેકવખત આપણાં આંતરડાઓમાં જઈને ચોંટી જાય છે. અંતે આપણાં આંતરડાને બ્લોક કરી શકે છે.

2. કિડની, પૈક્રિયાઝ ડેમેજ
તમે નોટિસ કર્યું હશે કે જ્યારે મોમોઝને ઘરે બનાવવામાં આવે છે તો તેનો રંગ પીળાશ પડતો હોય છે જ્યારે માર્કેટવાળાં એકદમ સફેદ. એવું એટલા માટે હોય છે કારણકે તેને વાઈટ અને સોફ્ટ બનાવવા માટે બ્લીચ, ક્લોરીન ગેસ, બેંઝોયલ પેરાક્સાઈડ, એઝો કર્બેમિડ ભેળવવામાં આવે છે. આ કેમિકલ કિડની અને પેંક્રિયાઝને ડેમેજ કરે છે. આ સાથે જ તેનાથી ડાયાબિટીઝનો ખતરો પણ વધે છે.

3. લાલ ચટની જીવલેણ
મોમોઝની સાથે મળતી તીખી લાલ ચટણીની ક્વોલિટી પણ લો હોય છે જેનાથી પાઈલ્સ, ગેસ્ટ્રાઈટિસ, પેટ તથા આંતરડાઓમાં બ્લીડિંગ થઈ શકે છે.

4. MSG ખતરનાક
કેટલાક મોમોઝ વેંચનારા લોકો મોમોઝમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ MSG નામક કેમિકલ ભેળવે છે. આ કેમિતલ તેના ટેસ્ટને વધારે છે અને તેને સુગંધિત બનાવે છે. MSGથી વજન પણ વધે છે. બ્રેન તથા નર્વસની સમસ્યા, ચેસ્ટ પેન, હાર્ટ અટેક અને બીપી વધવા જેવી સમસ્યાઓ આવી શકે છે.

5. ડેડ એનિમલ્સનું મીટ
કેટલીક જગ્યાએ નોન વેજ મોમોઝમાં ડેડ એનિમલ્સનાં મીટને ભેળવવામાં આવે છે. વેજ મોમોઝમાં સડેલાં શાકનો ઉપયોગ કરવામાં આવે છે. આ વેજીટેબલ્સથી ઈન્ફેક્શન શરીરમાં પહોંચી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ