બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:08 PM, 20 December 2022
ADVERTISEMENT
ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. યુકેમાં એક વ્યક્તિએ એમેઝોન પરથી મેકબુક પ્રોનો ઓર્ડર આપ્યો હતો.
પરંતુ જ્યારે તેની ડિલિવરી કરવામાં આવી ત્યારે તેના હોશ ઉડી ગયા. જ્યારે તેણે બોક્સ ખોલ્યું, ત્યારે તેણે જોયું કે ઓર્ડર કરેલા લેપટોપને બદલે તેને પાંચ પાઉન્ડ ડોગ ફૂડ મોકલવામાં આવ્યું હતું. આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. ભારતમાં પણ એક વ્યક્તિએ ફ્લિપકાર્ટ પરથી આઈફોન ખરીદ્યો અને તેને ડિટર્જન્ટ પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને સંપૂર્ણ રિફંડ મળી ગયું.
ADVERTISEMENT
શું મળ્યું રિફંડ?
એક રિપોર્ટ અનુસાર યુકેના ડર્બીશાયરમાં રહેતા એલન વૂડે નવેમ્બરમાં એમેઝોન પરથી 1,200 પાઉન્ડનું મેકબુક પ્રો ઓર્ડર કર્યું હતું. ઓર્ડર કરવા સુધી બધું બરાબર હતું, પરંતુ સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે તેને મેકબુક પ્રોની જગ્યા પર પાંચ પાઉન્ડ ડોગ ફૂડ આપવામાં આવ્યું.
એલન વૂડે કહ્યું કે ડિલિવરી બોક્સમાં પેડિગ્રી ડોગ ફૂડના બે બોક્સ હતા. તેમાં જેલી ફ્લેવરના 24 પેકેટ હતા. જ્યારે તેણે એમેઝોનને ફરિયાદ કરી ત્યારે તેની તરફથી કોઈ મદદ મળી ન હતી.
સર્વિસ સેન્ટર પર કર્યો ફોન
તેણે કહ્યું, 'મને શરૂઆતમાં લાગ્યું હતું કે આ મામલો સોલ્વ થઈ શકે છે. પરંતુ જ્યારે મેં એમેઝોન સર્વિસ સેન્ટર પર ફોન કર્યો ત્યારે તેઓએ કહ્યું કે તેઓ મારી કોઈ મદદ નહીં કરી શકે. તેણે કહ્યું કે જ્યાં સુધી હું તેમને લેપટોપ પરત નહીં કરું ત્યાં સુધી તે મારી કોઈ મદદ નહીં કરી શકે. પરંતુ મને લેપટોપ પહોંચાડવામાં આવ્યું જ નથી.'
ન મળ્યો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ
વુડે એમેઝોનને ઘણી વખત ફોન કર્યો, પરંતુ તેમના તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો. તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. પરંતુ મદદ મળી નથી. તેણે કહ્યું, 'હું છેલ્લા ઘણા વર્ષોથી એમેઝોનનો ગ્રાહક છું, આ પહેલા ક્યારેય આવી ઘટના બની નથી. આ ખૂબ જ દુઃખદ છે. મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે તે ગ્રાહકના સંપર્કમાં છે અને તેને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.