બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / LCB was shocked while investigating the case of gold coins found in Belimora, there may be a big revelation, 199 coins recovered

ઘટસ્ફોટ / બીલીમોરામાંથી મળેલા સોનાના સિક્કા મામલે તપાસ હાથ ધરાતા LCB ચોંકી ઉઠી, થઇ શકે છે મોટો ઘટસ્ફોટ, 199 સિક્કા રિકવર

Vishal Khamar

Last Updated: 02:07 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીનાં બીલીમોરા શહેરમાં બ્રિટિશ કાળનાં સોનાનાં સિક્કા મળવાનાં કેસમાં આજે ઘટસ્ફોટ થઈ શકે છે. NRI મકાન માલીકે નવસારી આવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ચોરેલા સિક્કામાંથી 199 સિક્કા રિકવર કર્યા હતા.

  • નવસારીના બીલીમોરા શહેરમાં બ્રિટિશ કાળના સોનાના સિક્કા મળવાનો કેસ
  • NRI મહિલા મકાન માલીકે નવસારી આવી નોંધાવી હતી પોલીસ ફરિયાદ
  • પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાના સિક્કમાંથી 199 સિક્કા કર્યા રિકવર 

નવસારીનાં બીલીમોરા શહેરમાં બ્રિટિશ કાળનાં સોનાનાં કિસ્સા મળવાનાં કેસમાં આજે ઘટસ્ફોટ થઈ શકે છે. બીલીમોરાનાં વર્ષો જૂના મકાનને તોડતા તેનાં મોભમાંથી બ્રિટીશ કાળનાં સોનાનાં સિક્કા મળ્યા હતા. ત્યારે વલસાડનાં કોન્ટ્રાક્ટર અને મધ્યપ્રદેશનાં મજૂરોએ સિક્કા વહેંચી લીધા હોવાની NRI મકાન  માલિકને શંકા હતી. જે બાદ NRI  મહિલાએ નવસારી આવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

NRI મહિલા મકાન માલીકે નવસારી આવી નોંધાવી હતી પોલીસ ફરિયાદ
NRI  મહિલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા  આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સોનાનાં સિક્કા શોધવા તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે કોન્ટ્રાક્ટર સહિત MP સુધી તપાસ કરી હતી.  મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાનાં સોંડવા ગામનાં મજૂરોને ત્યાં નવસારી એલસીબીએ તપાસ કરી હતી.  જે બાદ પોલીસ દ્વારા મજૂરોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. 

પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાના સિક્કમાંથી 199 સિક્કા કર્યા રિકવર 
નવસારી LCB એ ત્રણ આરોપીઓને પકડીને 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા મજૂરોની પૂછપરછ હાથ ધરવામાં આવતા મજૂરોએ સોનાનાં સિક્કા મળ્યા બાદ તેને વહેંચી મધ્યપ્રદેશમાં પોતાનાં ગામમાં જઈ જમીનમાં દાટી દીધા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાનાં સિક્કામાંથી 199 સિક્કા રિકવરકર્યા છે. તેમજ સોનાનાં સિક્કા મામલે નવસારી એસપી આજે સમગ્ર માહિતી આપી શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ