બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / IRDAI has changed the rules regarding insurance policies, the insured will suffer

કામની વાત / વીમા પોલિસીને લઈ IRDAI એ નિયમમાં કર્યા ફેરફાર, વીમાધારકોને થશે નુકસાન

Vishal Dave

Last Updated: 09:31 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીમા પોલિસીને લઈ IRDAIએ કેટલાક નિયમમાં ફેરફાર કર્યા છે. જેમાં સમય પહેલા વીમા પોલિસી સરેન્ડર કરવા પર હવે વીમાધારકોને નુકસાન વેઠવુ પડી શકે છે.

1 એપ્રિલ 2024થીનિયમોમાં બદલાવ

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પોલિસીધારકોને લઈ નિયમોમાં બદલાવ કર્યો છે. આ નિયમ 1 એપ્રિલ 2024થી લાગૂ થશે. જેમાં પોલિસીધારક જેટલા મોડાથી તેની જીવન વીમા પોલિસી સરેન્ડર કરશે તેને તેટલુ વધુ મૂલ્ય મળશે. તેમાં વીમા પૉલિસી પરત કરવા અથવા સરેન્ડર કરવા સાથે સંકળાયેલા વેલ્યુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રેગ્યુલેશન -2024 હેઠળ 34 નિયમોને 6 એકીકૃત માળખામાં જોડ્યા છે. જેમાં IRDAIનો ઉદ્દેશ વીમા કંપનીઓને ઉભરતી બજારની માગને ઝડપથી પ્રતિસાદ આપવા, વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા અને વીમાને પ્રોત્સાહન આપવાનો છે.

34 નિયમોને 6 નિયમમાં બદલવામાં આવ્યા

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યુ કે, આ રેગ્યુલેટરી સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેમાં 34 નિયમોને 6 નિયમમાં બદલવમાં આવ્યા છે. નવા નિયમોનો હેતુ પોલિસી રિટર્ન અને સરેન્ડરના મૂલ્ય સંબંધિત નિયમોને મજબૂત બનાવવાનો છે. આ નવા ફેરફારો એ પણ સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ અસરકારક દેખરેખ અને યોગ્ય તપાસની કામગીરી કરે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચના રોજ યોજાયેલી તેની બેઠકમાં, વીમા ક્ષેત્ર માટે નિયમનકારી માળખાની વ્યાપક સમીક્ષા બાદ આ નિયમોને મંજૂરી આપી હતી.

શું કહે છે નવા નિયમ ?

જો તમારો વીમો ખરીદ્યા બાદ ત્રણ વર્ષમાં પરત કરવામાં આવે અથવા રિફંડ કરવામાં આવે છે તો સરેન્ડર મૂલ્ય સમાન અથવા તેનાથી પણ ઓછું મળી શકે છે. જો વીમા પોલીસી 4 થી 7 વર્ષમાં પરત કે સરેન્ડર કરવામાં આવે તો સરેન્ડર મૂલ્યમાં સામાન્ય જ વધારો થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, સરેન્ડર મૂલ્ય એટલે વીમા કંપનીઓના પોલિસીધારકને વીમાની મુદ્દત પહેલા પોલિસી બંધ કરવા પર જે રકમ આપવામાં આવે છે તેને સરેન્ડર વેલ્યુ કહેવાય છે. જો પોલિસી હોલ્ડર પૉલિસીની મુદત પૂરી થયા પહેલા જ સરેન્ડર કરે તો તેને ઈન્કમ અને બચતનો હિસ્સો ચૂકવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ