બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India's first loss in Asia Cup; Bangladesh lose by six runs, Shubman Gill's century goes for naught

IND vs BAN / ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શૉ, બાંગ્લાદેશે 6 રને ભારતને હરાવ્યું, 259માં ઓલઆઉટ થઈ રોહિતની ટીમ

Pravin Joshi

Last Updated: 11:29 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ આ એશિયા કપમાં પ્રથમ વખત એક મેચ હારી અને આ સાથે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચવાની તક પણ સરકી ગઈ.

  • સુપર-4ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું
  • રોમાંચક મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું
  • ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચવાની તક પણ સરકી ગઈ


એશિયા કપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ  સામે 6 રને હારનો સાનો કરવો પડ્યો હતો. શુભમન ગિલની જોરદાર સદી પણ ટીમ ઈન્ડિયાને આ હારમાંથી બચાવી શકી નથી. બદલાવ સાથે મેચમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગ આ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહી અને બાંગ્લાદેશે આપેલા 266 રનના ટાર્ગેટના જવાબમાં 259 રન જ બનાવી શકી. 

ટીમ ઈન્ડિયામાં પણ 5 ફેરફાર કરવામાં આવ્યા હતા

એશિયા કપમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલ બાંગ્લાદેશે આ મેચ માટે પોતાના કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે, જ્યારે ફાઇનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયામાં પણ 5 ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી હતી, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્માએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ તનઝીમ હસન સાકિબે પણ બાંગ્લાદેશ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેમાંથી, 20 વર્ષીય બાંગ્લાદેશી બોલરે સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો. તેણે પહેલા બેટથી અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. .

શાકિબ-તૌહીદનું શાનદાર પ્રદર્શન

આ મેચમાં તન્ઝીમની અસર ખૂબ જ મહત્વની હતી પરંતુ તે પહેલા બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હૃદયે જોરદાર અડધી સદી ફટકારી હતી. આ બંનેની ઇનિંગ્સ અને ભાગીદારી પહેલા બાંગ્લાદેશી બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરે બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને સસ્તામાં આઉટ કર્યો હતો. 14 ઓવરમાં 4 વિકેટ પડી ગઈ હતી, જ્યારે સ્કોર 59 રન હતો. અહીંથી કેપ્ટન શાકિબનો જાદુ જોવા મળ્યો, જેણે ભારતીય સ્પિનરો પર હુમલો કર્યો. યુવા બેટ્સમેન હૃદયે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 101 રનની ભાગીદારી શરૂ થઈ, જેણે બાંગ્લાદેશને વાપસી કરી. આ પછી નસુમ અહેમદ, મેહદી હસન અને તન્ઝીમે મળીને નીચેના ક્રમમાં 87 રન જોડ્યા. તેના આધારે બાંગ્લાદેશે 8 વિકેટે 265 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ