બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / harshal patel was bought on highest price

IPL 2022 Mega Auction / કોહલીએ જેને ટીમમાંથી કાઢ્યો, તે જ ગુજરાતી ખેલાડીને RCBએ બનાવ્યો લખપતિમાંથી કરોડપતિ!

Khevna

Last Updated: 05:22 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ખેલાડીને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદ્રાબાદ તથા આરસીબી વચ્ચે થઇ જંગ. જાણો કોણ છે આ ખેલાડી તથા કેટલી કિંમતમાં ખરીદાયો.

  • આ ખેલાડીને ખરીદવા પર થઇ જંગ 
  • આઈપીએલ કરે છે આ ખેલાડીની ખોજ 
  • બેટ્સમેન માટે એક પહેલી 

આઈપીએલ મેગા ઓક્શનનું આયોજન બેંગ્લોરમાં થયું છે. આરસીબીએ એક ખેલાડીને ખરીદવા માટે બોલી લગાવી હતી, તો તેને જ ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમ પણ અડગ હતી, જેથી બંને વચ્ચે આ પ્લેયરને ખરીદવા માટે એક જંગ જોવા મળી. આ પ્લેયર પોતાની ખતરનાક બોલિંગ માટે ઓળખાય છે. આ ખેલાડીના જ દમ પર આરસીબીએ આઈપીએલ 2021માં ફાઈનલ સુધીની સફર કરી હતી. 

આ ખેલાડીને ખરીદવા પર થઇ જંગ 
આરસીબીએ ગયા આઈપીએલ સીઝનના હીરો રહી ચૂક્યા હર્ષલ પટેલને પોતાની ટીમમાં ફરી શામેલ કર્યા છે. તેમણે હર્ષલ પટેલને 10.75 કરોડમાં પોતાની સાથે જોડ્યા છે. હર્ષલ પટેલને ખરીદવા માટે આરસીબી તથા સનરાઈઝર્સ હૈદ્રાબાદ વચ્ચે જંગ પણ જોવા મળી. હર્ષલ પટેલ આ પહેલા પણ આરસીબી ટીમ માટે રમતા હતા. હર્ષલ પટેલની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. 

આઈપીએલની ખોજ 
હર્ષલ પટેલે આઈપીએલ 2021માં પોતાના ખેલથી સૌનું દિલ જીત્યું હતું. તેમણે આઈપીએલ 2021માં સૌથી વધારે 32 વિકેટ લીધી હતી તથા તેમણે પર્પલ કેપ હાસિલ કરી હતી. તેમણે ખૂબ જ ધારદાર બોલિંગનો નમૂનો પેશ કર્યો હતો. તેમની ધીમી ગતિના બોલ્સ પર વિકેટ લેવાની કલા બધા જ જાણે છે તથા તેઓ બેનને તરફથી સ્વિંગ બોલિંગ કરી શકે છે. તેમના આ જ પ્રદર્શનને જોઇને તેમને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેમણે આ મોકાનો સારી રીતે ઉપયોગ કર્યો. 

બોલર્સો માટે એક પહેલી 
હર્ષલ પટેલ પોતાની બોલિંગથી સૌ માટે અબૂઝ પહેલી બની ચૂક્યા છે. તેમના બોલ્સ રમવા કોઈપણ માટે સરળ નથી. પાછલી સીઝન તેઓ આરસીબી માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભર્યા હતા. તેમના બોલ્સના જાદુથી કોઈપણ બચી શક્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ