બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / gyanvapi masjid varanasi vyasji tahkhana controversy

gyanvapi masjid / જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીનું ભોંયરું શું છે? મુલાયમ સરકારે કેમ બંધ કરાવ્યુંતું? સાત દિવસમાં પૂજા

Hiralal

Last Updated: 05:46 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીનું ભોંયરું શું છે અને ત્યાં હિંદુઓ પૂજા કરતાં જ હતા પરંતુ કોણે બંધ કરાવી હતી, તેની ડિટેલ્સ માહિતી અહીં જણાવાઈ છે.

  • જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીના ભોંયરામાં હિંદુઓ કરી શકશે પૂજા 
  • વારાણસી કોર્ટે હિંદુ પક્ષને આપી પૂજાની પરમિશન 
  • 1993ની સાલમાં મુલાયમ સરકારે વ્યાસજીના ભોંયરાની પૂજા બંધ કરાવી હતી 

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને વધુ એક જીત મળી છે. વારાણસીની જિલ્લા અદાલતે મોટો નિર્ણય આપતાં હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે સાત દિવસની અંદર પૂજા શરુ થવાનો આદેશ આપ્યો છે તેમજ વહીવટીતંત્રને સાત દિવસમાં બેરીકેટીંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. વ્યાસ તહખાના મસ્જિદની નીચે આવેલ છે. અહીં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. એએસઆઈના સર્વેમાં તેમાં ઘણા મહત્વપૂર્ણ હિંદુ મંદિરો હોવાના પુરાવા મળ્યા છે.

શું છે વ્યાસજી ભોંયરું વિવાદ?
કેસના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી આ ભોંયરામાં પૂજા કરતો હતો, પરંતુ 1993 પછી તત્કાલીન રાજ્ય સરકારના આદેશથી ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું હતું. 17 જાન્યુઆરીએ વ્યાસજીના ભોંયરાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યું હતું. ASI સર્વે દરમિયાન, ભોંયરું સાફ કરવામાં આવ્યું હતું અને હિંદુ પરિવારોએ તેમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. જ્ઞાનવાપી વિવાદના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે વ્યાસજીનું ભોંયરું મસ્જિદના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. વર્ષ 1993 સુધી અહીં પૂજા થતી હતી. નવેમ્બર 1993માં મુલાયમ સિંહ યાદવની સરકારે ભોંયરામાં પૂજા ન કરવાનો આદેશ આપ્યો હતો. કોઈપણ કારણ અને વિવાદ વગર પૂજા બંધ કરી દેવામાં આવી હતી અને પૂજારીઓને પણ હટાવવામાં આવ્યા હતા. આ જબરદસ્તી બંધારણની કલમ 25નું ઉલ્લંઘન છે.

નંદીની પ્રતિમા બરાબર જ્ઞાનવાપી સામે 
વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે વ્યાસજીના ભોંયરામાંનો મામલો શ્રૃંગાર ગૌરી કેસથી તદ્દન અલગ છે. 18 ઓગસ્ટ, 2021ના રોજ, 5 હિન્દુ મહિલાઓએ સિવિલ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી કરી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે મસ્જિદનો ASI સર્વે કરાવવા જણાવ્યું હતું અને સર્વે કર્યા બાદ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ASI સર્વે કરવામાં આવ્યો ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી હતી. જે ભોંયરાની વાત કરવામાં આવી રહી છે તે મસ્જિદની અંદર હાજર છે. આ ભોંયરું મુલાયમ સરકારે બળજબરીથી બંધ કરી દીધું હતું.હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે વ્યાસ કોમ્પ્લેક્સનું ભોંયરું એ જગ્યાની બરાબર સામે છે જ્યાં ભગવાન નંદી બેઠા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ