Gujarat Rainfall forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે
રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ
લો પ્રેશરના કારણે વરસી શકે વરસાદ
30 સપ્ટેમ્બર આસપાસ સર્જાશે લો પ્રેશર
rainfall forecast : ગુજરાતભરમાં અત્યાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે જેને લઈ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી સંભાવના છે.
2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે: અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે કહ્યું કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. 2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે છે.
'27 સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે'
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે, કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે તેમજ 27 સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાનું સર્જન થઈ શકે છે તેમ અંબાલાલએ આગાહી કરી છે.