બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Even after receiving the Asia Cup feast, PCB chief annoyed, made a big statement about the Indian team

Asia Cup 2023 / એશિયા કપની મિજબાની મળ્યા બાદ પણ PCB ચીફ નારાજ, ભારતીય ટીમને લઇને આપ્યું મોટું નિવેદન

Megha

Last Updated: 09:08 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ACC એ એશિયા કપના આયોજનની જાહેરાત કરી છે. છ ટીમોની આ ટુર્નામેન્ટમાં યજમાન પાકિસ્તાનમાં ચાર મેચ અને શ્રીલંકામાં નવ મેચ રમાશે અને ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં હશે.

  • ACC એ એશિયા કપના આયોજનની જાહેરાત કરી
  • એશિયા કપ 31 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે
  • છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે

મહિનાઓથી ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACC એ એશિયા કપના આયોજનની જાહેરાત કરી. જણાવી દઈએ કે છ ટીમોની આ ટુર્નામેન્ટમાં યજમાન પાકિસ્તાનમાં ચાર મેચ અને શ્રીલંકામાં નવ મેચ રમાશે અને ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં હશે. સાથે જ એશિયા કપ 31 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. જો કે હજુ સુધી વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.

વાત એમ છે કે PCB ની પ્રબંધન સમિતિના અધ્યક્ષ નજમ સેઠીએ ગુરુવારે કહ્યું કે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સંજોગોને સમજે છે. તેમણે કહ્યું કે હાઇબ્રિડ મોડલ શ્રેષ્ઠ વિકલ્પ છે. સેઠીએ આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ પાકિસ્તાન ન જવા પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

નજમ સેઠીએ શું કહ્યું?
નજમ સેઠીએ કહ્યું, "અમારા દેશના ક્રિકેટ ચાહકોને 15 વર્ષમાં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમતી જોવાનું ગમ્યું હોત પરંતુ અમે BCCIની સ્થિતિ સમજીએ છીએ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જેમ બીસીસીઆઈએ પણ સરહદ પાર કરવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી હોય છે.'  

છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે
હાલ મળતી માહિતી અનુસાર તમામ છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રૂપમાંથી ટોચની બે ટીમ સુપર ફોર રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. તે પછી ચાર ટીમોમાંથી ટોચની બે ટીમો ફાઇનલમાં રમશે, જે શ્રીલંકાના કેન્ડી અથવા પલ્લેકેલેમાં રમાશે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં હશે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં હશે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારીનો રસ્તો પણ સાફ 
એશિયા કપના સમયપત્રકને મંજૂરી આપવાનો અર્થ એ છે કે પાકિસ્તાનની ટીમ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ કરશે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે કટ્ટર હરીફો સાથે ભારતની વર્લ્ડ કપની ટક્કર થવાની છે.

PCBએ ICC સમક્ષ એક શરત મૂકી હતી 
એવું જાણવા મળે છે કે આ શરત PCB સમક્ષ મુકવામાં આવી હતી જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીને મળવા કરાચીની મુલાકાત લીધી હતી. વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગેની શરત નહીં રાખવામાં આવે.

યજમાન હોવાને કારણે તેને એશિયા કપની ચાર મેચ પાકિસ્તાનમાં યોજવાની મંજૂરી મળી શકે છે. પાકિસ્તાન વિના ટુર્નામેન્ટ રાખવાનો અર્થ એ છે કે જો ભારત-પાકિસ્તાનની મેચ ન હોય તો બ્રોડકાસ્ટર ટુર્નામેન્ટ માટે નિયત રકમનો અડધો ભાગ જ ચૂકવશે. ટૂર્નામેન્ટમાં ભારતની બે મેચ થવાની છે અને જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે તો ત્રીજો મુકાબલો પણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ