બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Did something happen on set with Tunisha? These 5 questions are being asked after the suspicious death in the make-up room

હત્યા કે આત્મહત્યા? / શું તુનિશા સાથે સેટ પર કંઈક થયું? મેક-અપ રૂમમાં શંકાસ્પદ મોત બાદ ઉઠી રહ્યા છે આ 5 સવાલ

Megha

Last Updated: 11:38 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનીશાએ શા માટે તેના કો-સ્ટાર શીજાનનો મેક-અપ રૂમ પસંદ કર્યો, કથિત આત્મહત્યા? તુનીશાના મૃત્યુ પછી આવા પાંચ સવાલો ઝડપથી ઉઠી રહ્યા..

  • તુનિશા શર્મા શંકાસ્પદ મોત મામલે 5 મોટા સવાલ 
  • અભિનેત્રીએ અચાનક મૃત્યુનો માર્ગ કેમ પસંદ કર્યો
  • શા માટે તેના કો-સ્ટાર શીજાનનો મેક-અપ રૂમ પસંદ કર્યો

20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે મેકરુપમાં ગળેફાંસો આપઘાત કરી લેતા શોક વ્યાપ્યો હતો. આ ચોંકાવનારા સમાચાર આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુખ આવ્યું કે આમ અચાનક તુનીષાએ મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે. તુનિશા શર્મા કેસમાં હવે આપઘાત માટે ઉશ્કેરણી તથા હત્યાના એંગલથી પણ પોલીસ તપાસમાં જોતરાઈ છે. માત્ર 20 વર્ષની વયે અભિનેત્રીને એવું તો કયું ડિપ્રેશન હતું કે તેણે આવું પગલું ભર્યું તે માટે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું સ્થાન હાંસલ કરનાર અભિનેત્રીએ અચાનક મૃત્યુનો માર્ગ કેમ પસંદ કર્યો અથવા તુનીશાએ શા માટે તેના કો-સ્ટાર શીજાનનો મેક-અપ રૂમ પસંદ કર્યો. કથિત આત્મહત્યા? 20 વર્ષની અભિનેત્રીના મૃત્યુ બાદ દરેક આવા પાંચ સવાલો ઝડપથી ઉઠી રહ્યા છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોલીસને તેમની તપાસમાં આ પ્રશ્નોના જવાબો ટૂંક સમયમાં મળી જશે.

1. જણાવી દઈએ કે તુનિશાએ આત્મહત્યા કર્યાના થોડા સમય પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વીડિયોમાં તુનિશાના શુટ માટે રેડી થઈ રહી હતી. મુંબઈમાં શૂટિંગના થોડા કલાકો પહેલા તુનિશાએ પોતે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને એ પછી શું થયું કે તુનીશાએ અચાનક આત્મહત્યા કરી લીધી?

2. તુનીશાના આત્મહત્યા પછી મુંબઈ પોલીસની ટીમે અલીબાબાના સેટ પર પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તુનિશાએ તેના કો-સ્ટાર શીજાનના મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી. શોટ પૂરો કર્યા પછી જ્યારે શીજાન મેક-અપ રૂમમાં પહોંચ્યો ત્યારે તેને ઘનવી વખત અવાજ લગાવ્યો એ પછી તેને મેક-અપ રૂમનો દરવાજો તોડી નાખ્યો અને તુનિશાને જોઈને દંગ રહી ગયો હતો. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તુનીશાએ શીજાનના મેકઅપ રૂમમાં જ કેમ આત્મહત્યા કેમ કરી? 

3. તુનિશામાત્ર 20 વર્ષની હતી અને આટલી નાની ઉંમરમાં તેને શો અલી બાબા - દાસ્તાન એ કાબુલમાં મરિયમની મુખ્ય ભૂમિકા ભજવવાની મોટી તક મળી હતી અને આ તક તેની અત્યાર સુધીની કરિયર તેના માટે ખૂબ જ સારી તક હતી અને ફેમસ પણ થઈ રહી હતી તો પછી કથિત આત્મહત્યા જેવું પગલું કેમ ભરવું પડ્યું? 

4. તુનીશા ખૂબ જ ખુશમિજાજ છોકરી હતી અને સેટ પર હંમેશા ખુશ રહેતી હતી. કથિત આત્મહત્યા પહેલા તેને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, તો પછી શા માટે તુનીશા મોતને ભેટી? આટલી નાની છોકરીએ મોતનો આ રસ્તો કેમ પસંદ કર્યો?

5. તુનીશા તેના કો-સ્ટાર શીઝાનનો મેકઅપ રૂમ મરવા માટે કેમ પસંદ કર્યો? આ સવાલ સિવાય એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શુટિંગ સેટ પર આટલા બધા લોકો હાજર હતા, તો શું કોઈએ સેટ પર તુનિશાને આત્મહત્યા કરતા જોઇ નહીં?

તુનીશાના મૃત્યુ કેસમાં અત્યાર સુધી શું થયું?
જણાવી દઈએ કે તુનિશા શનિવારે તેની સીરિયલ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના શૂટિંગ માટે નાયગાંવ સ્થિત સેટ પર પહોંચી હતી. શીજાનના જણાવ્યા અનુસાર તે બપોરે 3 વાગ્યે તેના મેક-અપ રૂમમાં પંહોચ્યાં હતા અને રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી કોઈ એ દરવાજો ન ખોલ્યો એટલે દરવાજો તોડી તેઓ અંદર પહોંચ્યા હતા. અંદરથી તુનીશાની લાશ લટકતી મળી હતી.

ઘટના બાદ પોલીસે શીજાનની પૂછપરછ શરૂ કરી હતી. બીજી તરફ તુનીષાની માતાએ શીજાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે દાવો કર્યો હતો કે તુનીશાએ શીજાનથી નારાજ થઈને આત્મહત્યા કરી હતી અને તેના થોડા સમય પછી પોલીસે શીજાન વિરુદ્ધ કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી. તુનીશા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી પણ પોલીસ આત્મહત્યા ઉપરાંત હત્યાના એંગલથી પણ કેસની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે તુનીશા તેની માતા સાથે મુંબઈમાં રહેતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ