બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Devshayani Ekadashi 2023 remedies for money and happiness

દેવપોઢી અગિયારસ / આજની અગિયારસ છે ખાસ: બની રહ્યા છે બે શુભ સંયોગ, આ ઉપાયો કરવાથી પ્રાપ્ત થાય છે લક્ષ્મી-નારાયણની કૃપા

Arohi

Last Updated: 02:26 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devshayani Ekadashi 2023: આજે 29 જૂને દેવશયની એકાદશીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે રવિવાર અને ગજકેસરી નામનો શુભ યોગ બની રહ્યો છે. જેનાથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે.

  • આજે છે દેવશયની એકાદશી 
  • બની રહ્યા છે બે શુભ સંયોગ
  • આ ઉપાયોથી પ્રાપ્ત થશે લક્ષ્મી-નારાયણની કૃપા

અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી માનવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 29 જૂન ગુરૂવારે એટલે કે આજે છે. વિષ્ણુ પુરાણ અનુસાર દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. તેના બાદ કાર્તિક શુક્લની એકાદશી તિથિએ દેવઉઠની એકાદશીએ જાગે છે. 

બની રહ્યા છે બે શુભ યોગ
આ દેવશયની એકાદશી પર રવિ અને ગજકેસરી નામનો શુભ યોગ બની રહ્યો છે. સાથે જ ગુરૂવારના દિવસે એકાદશીનો ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં દેવશયની એકાદશીનું મહત્વ જણાવતા અમુક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનના દરેક કષ્ટ દૂર થાય છે અને ધન ધાન્યની કમી નથી રહેતી. આવો જાણીએ દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષના ઉપાયો વિશે. 

આ ઉપાયથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ 
દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો અને વિધિવત પૂજા અર્ચના કરો. પૂજા અર્ચના બાદ દૂધ અને જળ પીપળા પર અર્પિત કરો અને ઘીનો દિવો કરો. એવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. 

આ ઉપાયથી પણ કષ્ટ થશે દૂર 
ભગવાન વિષ્ણુને સુવડાવકા પહેલા કેસર યુક્ત ખીર, પીળા ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. તેના બાદ સ્વચ્છ કપડા પહેરીને સાંજના સમયે તુલસીજીની પૂજા જરૂર કરો. તુલસીની 11 પરિક્રમા અને ઘીના દિવા કરવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બધા કષ્ટ દૂર થાય છે અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. 

આ ઉપાયથી થાય છે ઉન્નતિ 
દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા અર્ચના કરો. પૂજા બાદ શંખમાં જળ ભરીને આખા ઘરમાં છાંટો અને પછી શંખ વગાડો. શંખની ધ્વનીથી આધ્યાત્મિક શક્તિ પ્રસન્ન થાય છે. 

ત્યાર બાદ વિષ્ણુ સહસ્ત્રનામ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને નોકરી અને વ્યાપારમાં ઉન્નતિનો યોગ બને છે. 

આ ઉપાયથી આરોગ્યની થાય છે પ્રાપ્તિ
દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ રાખીને તુલસી અને શમીના છોડની એક સાથે પૂજા કરો અને પછી સામર્થ્ય અનુસાર દાન જરૂર કરો. સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન જરૂર કરાવો. આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ધન ધાન્યની કમી પણ નથી થતી. 

આ ઉપાયથી ભગવાન વિષ્ણુના મળે છે આશીર્વાદ 
દેવશયની એકાદશીની સાંજે તુલસી, મંદિર અને નદિઓના કિનારે દીપદાન કરો અને રાત્રીના સમયે ભગવાન વિષ્ણુને જ્યારે શયન માટે લઈ જાઓ ત્યારે 'सुप्ते त्वयि जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्। विबुद्दे च विबुध्येत प्रसन्नो मे भवाव्यय।।' મંત્રનો જાપ કરતા રહો. 

શયન કરાવ્યા બાદ રાત્રિ જાગરણ કરો અને ભગવાનનું ધ્યાન કરતા ભજન કિર્તન અને સ્તુતિ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે અને દરેક કષ્ટ દૂર થાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ