બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / devshayani ekadashi 2023 bring home any one of these things to get rid of troubles

આસ્થા / 'દેવશયની એકાદશી'ના દિવસે આમાંથી કોઇપણ એક ચીજ વસાવજો, ઘરમાં થશે માતા લક્ષ્મીનો વાસ

Bijal Vyas

Last Updated: 02:13 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવશયની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે વ્રત કરવાથી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે.

  • દેવશયની એકાદશી 29 જૂને ઉજવવામાં આવશે
  • ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિદ્રામાં જાય છે
  • ભગવાન વિષ્ણુની ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે

Devshayani Ekadashi Puja: હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહે છે. દેવશયની એકાદશી 29 જૂને ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર, આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિદ્રામાં જાય છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે. આ તિથિ ધાર્મિક કાર્ય, શુદ્ધતા, ત્યાગ , દાન અને આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દેવશયની એકાદશીના દિવસે શ્રી હરિના સ્તોત્રો ગાવામાં આવે છે અને તેમના માટે વ્રત રાખવામાં આવે છે. જે લોકો વ્રત નથી રાખતા તેઓ આ દિવસે સાત્વિક ભોજન કરે છે. આ દિવસે ઘણી જગ્યાએ સુંદરકાંડ અને ભાગવતનો પાઠ કરવામાં આવે છે. દેવશયની એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે. આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.'

હાથી, ગાય, કાચબો... આ જાનવરોની મૂર્તિ રાખવાથી બનવા લાગે છે ધનલાભના યોગ,  જાણી લો મૂકવાની યોગ્ય દિશા vastu tips: keeping these auspicious animal  statue at home

હાથી 
હિંદુ ધર્મમાં હાથીને ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશનું માથું ગજરાજનું છે અને ઈન્દ્રદેવનું વાહન પણ ઐરાવત હાથી છે. વાસ્તુશાસ્ત્રમાં પણ હાથીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે તમારા ઘરમાં ચાંદી, પિત્તળ અથવા તાંબાનો હાથી લાવો. એવી માન્યતા છે કે આ ઘરમાં હાથી લાવવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘર ધનથી ભરાઈ જાય છે.

કામધેનુ ગાય  
હિંદુ ધર્મમાં કામધેનુ ગાયની પૂજા કરવામાં આવે છે. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કામધેનુ ગાય ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
દેવશયની એકાદશીના દિવસે કામધેનુ ગાયની પ્રતિમા ઘરમાં લાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ ગાયને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે દેવશયની એકાદશીના દિવસે તેને ઘરે ચોક્કસથી લાવો.

ચૈત્ર નવરાત્રીની પૂર્ણાહુતિ પહેલા ઘરે વસાવો ફેંગશુઈની આ 6 વસ્તુઓ, ઘરમાં  આવશે અપાર સુખ-સમૃદ્ધિ, મળશે માતાજીના આશીર્વાદ | Before the end of Chaitra  Navratri ...

ચાંદીની માછલી કે કાચબો 
માછલી કે કાચબાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે. દેવશયની એકાદશીના દિવસે ઘરમાં ચાંદીની માછલી અથવા પિત્તળ-તાંબાનો કાચબો લાવવો શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, દેવશયની એકાદશીના દિવસે તેમને ઘરમાં લાવવાથી ઘરમાં આશીર્વાદ આવે છે. તેનાથી ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. કાચબા અથવા માછલીની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ