બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / cm bhagwant mann arvind kejriwal bhatinda aap vikas kranti rally congress seat sharing india alliance ntc

નિવેદન / INDIA ગઠબંધનમાં ફરી ફસાયો પેચ, પંજાબમાં બોલ્યાં કેજરીવાલ, 13માંથી 13 સીટ મને આપો

Dinesh

Last Updated: 06:04 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Statement: પંજાબના ભટિંડામાં જનસભા દરમિયાન પોતાના સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે લોકો પાસે વોટ માંગ્યા તેમજ બીજી તરફ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા

  • ઈન્ડિયા ગંઠબંધનની જોડાણની બેઠક 19મી ડિસેમ્બરે
  • કેજરીવાલે પંજાબના લોકો પાસે 13માંથી 13 લોકસભા બેઠકો જીતનની વાત કરી
  • કેજરીવાલે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પણ કર્યા પ્રહારો  



Arvind Kejriwal Statement: પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ ગઈ છે. જેના પરિણામ સૌ કોઈ જોઈ લીધી છે. હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યોમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. આ જીતથી વિપક્ષી પાર્ટીઓ માટે એવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તેમનામાં ગભરાટ છે. તમામ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યારે તે જ પાર્ટીઓ ચૂંટણી સભાઓમાં અને લોકો વચ્ચે પહોંચે છે ત્યારે પોતાની મજબૂતીના પ્રયાસો કરે છે. આવું જ કંઈક રવિવારે પંજાબમાં જોવા મળ્યું હતું.

BREAKING: સિસોદિયા, સંજય સિંહ બાદ હવે કેજરીવાલને EDનું તેડું, દારૂનીતિ  કૌભાંડ કેસમાં થશે પૂછપરછ | ED notice to Arvind Kejriwal in Delhi's new  liquor policy case

ઈન્ડિયા એલાયન્સની મહત્વપૂર્ણ બેઠક
ઈન્ડિયા ગંઠબંધનની જોડાણની મહત્વની બેઠક 19મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે ઈન્ડિયા એલાયન્સની એક મહત્વપૂર્ણ બેઠક 19મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે અને તેના પહેલા જ અરવિંદ કેજરીવાલે પંજાબના લોકો પાસેથી 13માંથી 13 લોકસભા બેઠકો જીતનની વાત કરી છે. સીએમ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં સીટ વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. તે સ્થિતિમાં પંજાબમાં સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી આશંકા છે. સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે ભટિંડા પહોંચ્યા હતા. CM કેજરીવાલે કેન્દ્ર પર આરોપ લગાવ્યા એક તરફ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પંજાબનું કામ રોકવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. 

'પંજાબ શહીદોની ભૂમિ છે'
પંજાબના ભટિંડામાં જનસભા દરમિયાન પોતાના સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે લોકો પાસે વોટ માંગ્યા હતાં. કેજરીવાલે કહ્યું, પંજાબ શહીદોની ભૂમિ છે. આજ સુધી કોઈ સરકારે શહીદના પરિવારની કાળજી લીધી નથી. આવી સરકાર પહેલીવાર આવી છે, આજે જો કોઈ સૈનિક કે પોલીસ જવાન શહીદ થાય છે તો ભગવંત માન તેના પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપે છે. તાજેતરમાં એક અગ્નિવીર અમૃતપાલ શહીદ થયો હતો અને કેન્દ્ર સરકારે તેમના પરિવારની કોઈ કાળજી લીધી ન હતી કે તેમને કોઈ સન્માન આપ્યું ન હતું, જ્યારે ભગવંત માનએ પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપ્યું હતું.

આવક મુદ્દે કેજરીવાલે શું કહ્યું ?
તેમણે કહ્યું કે, આજે પંજાબ સરકાર ભટિંડા માટે 1125 કરોડ રૂપિયાનું પેકેજ લાવી રહી છે. પંજાબના 75 વર્ષના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષની સરકારે ભટિંડા માટે આટલા મોટા પેકેજની જાહેરાત કરી નથી. આ પેકેજ સાથે ભટિંડામાં 7 નવી સરકારી શાળાઓ ઘણી હોસ્પિટલો, 13 નવા મોહલ્લા ક્લિનિક્સ, ઓવરબ્રિજ, રસ્તા, ગટર, પાણી અને એક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. તેમણે કહ્યું, હું તમને પડકાર આપું છું કે મને જણાવો કે છેલ્લા 75 વર્ષમાં ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળે શું કામ કર્યું છે? આજે પંજાબમાં 24 કલાક વીજળી છે અને વીજળીનું બિલ પણ શૂન્ય છે. એક પત્રકારે પૂછ્યું કે તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે, કેપ્ટન સાહેબ અને બાદલ સાહેબ કહેતા હતા કે પંજાબ સરકાર ખોટમાં ચાલી રહી છે, તો આમ આદમી પાર્ટીના લોકો પાસે પૈસા ક્યાંથી આવે છે. જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે તેમના હિસાબ જોવાનું શરૂ કર્યું, તેઓએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે તેઓ ₹10નું કામ ₹100માં કરાવતા હતા જ્યારે આમ આદમી પાર્ટી ₹10નું કામ ₹8માં કરાવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ