બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / causes symptoms and treatment of panda syndrome

સ્વાસ્થ્ય / અચાનક ગુસ્સે થવું, ચીડિયાપણું, જીદ કરવી...: બાળકમાં આવા લક્ષણ હોય તો હોઈ શકે છે પાંડા સિન્ડ્રોમ, જાણો કઈ રીતે થાય છે સારવાર

Malay

Last Updated: 01:59 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'બેચેની, ચીડિયાપણું, ખરાબ સ્વપ્ન આવવા, પથારીમાં પડ્યા રહેવું અને અચાનક ગુસ્સો આવવા જેવા લક્ષણો બાળકમાં હોય તો માતા-પિતાએ તેનું ચોક્કસ નિદાન કરાવવું જોઈએ, કારણકે આ પાંડા સિન્ડ્રોમના લક્ષણો હોઈ શકે છે' તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધારા આર.દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

  • બાળકોના મગજ પર સીધી અસર કરે છે આ બીમારી
  • નાના-મોટા કામ કરવામાં પણ થાય છે તકલીફ 
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કર્યું લાયબ્રેરી રિસર્ચ

આશરે 12 વર્ષના એક બાળકને તેના માતા પિતા મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે લઈને આવે છે. જેને અચાનક જ શરદી, ઉધરસ અને તાવ સાથે ગળાના ચેપ પછી એકનું એક વર્તન વારંવાર કરવાની શરુઆત કરી. એન્ટીબાયોટીક્સ દવાઓથી શારીરિક લક્ષણો તો ઓછા થયા પણ વર્તનમાં ઘણા ફેરફાર જોવા મળ્યા. આખો ઈતિહાસ તપાસતા ખબર પડી કે બાળકમાં પાંડા સિન્ડ્રોમના લક્ષણો વિકસિત થઇ રહ્યા હતા. પાંડા સિન્ડ્રોમ અંગે લાયબ્રેરી રિસર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો.ડૉ. યોગેશ જોગસણ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધારા આર.દોશી દ્વારા કરવામાં આવ્યું.

શુ છે પાંડા સિન્ડ્રોમ?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ અનુસાર, સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન સાથે સંકળાયેલ પેડિયાટ્રિક ઑટોઇમ્યુન ન્યુરોસાયકિયાટ્રિક ડિસઓર્ડરને PANDA સિન્ડ્રોમ કહેવામાં આવે છે.   જ્યારે બાળકને ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે અનિવાર્ય ક્રિયા દબાણ કે વિચાર દબાણ(OCD), ટિક ડિસઓર્ડર અથવા સ્ટ્રેપ્ટોકોકલ (સ્ટ્રેપ) એટલે કે ગળાની કોઈ તકલીફ થાય ત્યારપછી અચાનક ક્યારેક આ ચેપ દેખાય છે. આ ઉપરાંત સ્ટ્રેપ ચેપ પછી OCD અથવા ટિક લક્ષણો અચાનક એકદમ વધી જાય છે ત્યારે આ સ્થિતિ પણ PANDA સિન્ડ્રોમ તરફ બાળકને લઈ જાય છે. PANDA સિન્ડ્રોમ એ એક દુર્લભ સ્થિતિ છે સંશોધન મુજબ આશરે 200માંથી એક બાળકને અસર કરે છે. તેની દુર્લભતા અને તેની સાથે સંકળાયેલા સામાન્ય લક્ષણોને કારણે, ડોકટરો ક્યારેક તેનું નિદાન કરવાનું ચૂકી જાય છે અથવા લક્ષણોને અન્ય ડિસઓર્ડર સાથે મૂંઝવણમાં મૂકે છે.

બાળકનું નામ રાખતા પહેલા નામનો મતલબ જરૂર શોધી લેજો, આ મહિલાએ એવું નામ રાખી  દીધુ કે લોકો ઉડાવી રહ્યા છે મજાક | women picked up traditional name for  baby people say its
ફાઈલ ફોટો

કોને થાય છે આ સિન્ડ્રોમ?
મોટાભાગના લોકો જેમને PANDA સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું છે તેમની ઉંમર 3થી 12 વર્ષની વચ્ચે હોય છે. કેટલાક ડોક્ટરો માને છે કે જન્મ સમયે છોકરીઓ કરતાં છોકરાઓમાં તે વધુ જોવા મળે છે.  જોકે, કેટલાક સંશોધકો મુજબ કિશોરો અથવા પુખ્ત વયના લોકોમાં માનસિક અથવા ન્યુરોલોજીકલ ગરબડ પણ આ સિન્ડ્રોમનું કારણ બને છે. PANDA સિન્ડ્રોમ એ એક ડિસઓર્ડર છે જે સામાન્ય રીતે 3થી 12 વર્ષની વયના બાળકોમાં સ્ટ્રેપ ચેપને પગલે વિકસે છે. જોકે, દુર્લભ કિસ્સાઓમાં, તે કિશોરોમાં પણ થઈ શકે છે. સામાન્ય રીતે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા વારસાગત લક્ષણ ધરાવતા બાળકો, અથવા જેમને વારંવાર સ્ટ્રેપ ચેપ હોય છે, તેઓને PANDA સિન્ડ્રોમનું વધુ જોખમ હોય છે. PANDA સિન્ડ્રોમની જટિલતાઓને પરિણામે બાળક સામાજિક પરિસ્થિતિઓમાં અથવા શાળામાં સામાન્ય રીતે કામ કરી શકતું નથી. જ્યારે સારવાર ન કરવામાં આવે અથવા સંપૂર્ણ સારવાર ન કરવામાં આવે તો, PANDA સિન્ડ્રોમના લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે અને પરિણામે બાળકમાં કાયમી જ્ઞાનાત્મક નુકસાન થઈ શકે છે.

પાંડા સિન્ડ્રોમના લક્ષણો શું છે?
PANDA સિન્ડ્રોમના ચિહ્નો અને લક્ષણો ચેપના લગભગ 4થી 6 અઠવાડિયા પછી અચાનક શરૂ થાય છે. PANDA સિન્ડ્રોમના લક્ષણોને બે વર્ગોમાં વિભાજિત કરી શકાય છે - મનોવૈજ્ઞાનિક લક્ષણો અને શારીરિક લક્ષણો. બાળકો આ બન્ને લક્ષણો રજુ કરે છે.
- આ સિન્ડ્રોમના મનોવૈજ્ઞાનિક લક્ષણોમાં ચિંતા અથવા હતાશા, પથારી ભીની કરવી, મૂડ અથવા વ્યક્તિત્વમાં ફેરફાર, ખાસ કરીને અચાનક ગુસ્સો અથવા ચીડિયાપણું અનુભવવું, ઊંઘમાં મુશ્કેલી થવી અને હાયપરએક્ટિવિટી ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. PANDAના લક્ષણો અને ચિહ્નો દરેક બાળકોમાં અલગ અલગ હોઈ શકે છે અને તેમાં મનોવૈજ્ઞાનિક અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓના સંયોજનનો સમાવેશ થઈ શકે છે.  એવું માનવામાં આવે છે કે લક્ષણો અચાનક અને તબક્કાવાર શરૂ થાય છે.   ઘણી વખત આ લક્ષણો થોડા દિવસો અથવા અઠવાડિયા સુધી ચાલે છે, પછી દેખાતા બંધ થઈ જાય છે અને પછી પાછા ફરે છે. આ સિન્ડ્રોમના મનોવૈજ્ઞાનિક લક્ષણોમાં ચિંતા અથવા હતાશા, પથારી ભીની કરવી, મૂડ અથવા વ્યક્તિત્વમાં ફેરફાર, ખાસ કરીને અચાનક ગુસ્સો અથવા ચીડિયાપણું, ઊંઘમાં મુશ્કેલી, ભોજન અરુચિ, હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નો સમાવેશ થાય છે. 

બાળકનું નામ રાખતા પહેલા નામનો મતલબ જરૂર શોધી લેજો, આ મહિલાએ એવું નામ રાખી  દીધુ કે લોકો ઉડાવી રહ્યા છે મજાક | women picked up traditional name for  baby people say its
ફાઈલ ફોટો

મનોવૈજ્ઞાનિક લક્ષણો કે જે PANDAS સાથે હોવાનું નોંધાયું છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- અતિસક્રિયતા, બેચેની અથવા બેદરકારી
- પુનરાવર્તિત પ્રવૃત્તિઓ
- માતા પિતાને વળગી રહેવું. તેમનાથી દુર ન થવું.
- ઉદાસી, ચીડિયાપણું
- અમુક કિસ્સાઓમાં આત્મહત્યાના વિચારો
- ખરાબ સ્વપ્ન આવવા
- ભયભર્યું વર્તન
- ટૂંકા ગાળાની સ્મૃતિ સમસ્યાઓ જેવી શીખવાની અક્ષમતા
- ચિંતા
- ડિપ્રેશન
- પથારીમાં પડ્યા રહેવું
- મૂડમાં ફેરફાર
- વ્યક્તિત્વમાં ફેરફાર
- અચાનક ગુસ્સો
- ચીડિયાપણું
- ઊંઘવામાં મુશ્કેલી
- ખોરાકમાં અરુચિ
- અટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) જેવા લક્ષણો
-  અનિવાર્ય ક્રિયા દબાણ વિચાર દબાણ ડિસઓર્ડર જેવું વર્તન.
- ટિક્સ સિન્ડ્રોમ

PANDA સિન્ડ્રોમના ન્યુરોલોજીકલ લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- મોટર કૌશલ્યમાં એટલે કે શારીરિક કૌશલ્યમાં ફેરફાર
- લખવામાં સમસ્યા
- ધ્યાન કેન્દ્રિત કરવામાં અથવા શીખવામાં મુશ્કેલી
- શાળામાં નબળો દેખાવ
- સંકલનમાં સમસ્યાઓ અને પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ થાય છે.

પાંડા સિન્ડ્રોમના કારણો
PANDA સિન્ડ્રોમ કોઈ ચોક્કસ રોગ નથી પરંતુ તે વિવિધ લક્ષણો ધરાવતું જૂથ છે, તેનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. ઘણા વિવિધ ચેપ જેમ કે સ્ટ્રેપ થ્રોટ, તાવ અને કેટલાક ત્વચાના ચેપ બેક્ટેરિયાને કારણે થાય છે. આ ચેપ ફેલાવવા માટે બાળકના શરીરના સ્વસ્થ કોષો પર હુમલો કરે છે. શરીર આખરે તેમને ઓળખે છે, તેમને મારવા માટે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. કેટલીકવાર આ એન્ટિબોડીઝ મગજ સહિત બાળકના શરીરમાં તંદુરસ્ત પેશીઓ પર પણ હુમલો કરી શકે છે. જે PANDA સિન્ડ્રોમનું કારણ બને છે. તેથી, PANDA સિન્ડ્રોમ ધરાવતા મોટાભાગના બાળકોમાં સ્ટ્રેપ ચેપનો પૂર્વ ઇતિહાસ હોય છે. PANDA સિન્ડ્રોમ ધરાવતા કેટલાક બાળકોમાં વારસાગત કારણો હોઈ શકે છે જે PANDA સિન્ડ્રોમનું કારણ બની શકે છે. PANDA ત્યારે થાય છે જ્યારે બાળકની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રેપ ચેપનું કારણ બનેલા બેક્ટેરિયા સામે લડવા માટે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. પરંતુ એન્ટિબોડીઝ ભૂલથી અન્ય પેશીઓ કે કોષોના તંદુરસ્ત ભાગ પર પણ હુમલો કરી શકે છે કારણ કે કોષો સ્ટ્રેપ ચેપની નકલ કરે છે.   કેટલાક માને છે કે એન્ટિબોડીઝ બાળકના મગજની પેશીઓને અસર કરે છે, જેના કારણે મનોવૈજ્ઞાનિક અને ન્યુરોલોજીકલ લક્ષણો પ્રગટ થાય છે.

પાંડા સિન્ડ્રોમનું નિદાન કેવી રીતે થાય છે?
PANDA સિન્ડ્રોમ માટે કોઈ ચોક્કસ પરીક્ષણ નથી. તેનું નિદાન તબીબી રીતે થાય છે. ડૉક્ટર બાળકનો તબીબી ઇતિહાસ પૂછે છે અને PANDA સિન્ડ્રોમનું નિદાન કરવા માટે શારીરિક તપાસ કરે છે. 

PANDA સિન્ડ્રોમના નિદાન માટેના કેટલાક સામાન્ય માપદંડો છે જેમ કે બાળકમાં ગળાનો ચેપ અથવા બાળકમાં તાવ જેવા અન્ય સમાન ચેપ, બાળકની ઉંમર 3 વર્ષથી તરુણાવસ્થા સુધી, OCD (ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર) લક્ષણોની હાજરી, ટિક ડિસઓર્ડર, ADHD (હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર) લક્ષણો, OCD (ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર) લક્ષણો અથવા બાળકમાં સ્ટ્રેપ ચેપ પછી લક્ષણોની તીવ્રતાની અચાનક શરૂઆત, બાળકની અસામાન્ય અથવા બેકાબૂ આંચકાવાળું હલનચલન, ચિંતા, વ્યક્તિત્વમાં અચાનક ફેરફાર,  આંકડાઓ લખવામાં અસમર્થતા.

સારવાર
ડોક્ટરની સલાહ મુજબ PANDA સિન્ડ્રોમની સારવાર માટે એન્ટિબાયોટિક્સ દવાઓ આપવામાં આવે છે.  જે બાળકને સ્ટ્રેપ ઇન્ફેક્શન હોય અને તાવ, ગળામાં દુખાવો, વગેરે જેવા ચેપના ચિહ્નો દેખાડતા હોય તેને પણ એન્ટિબાયોટિક્સ આપવામાં આવતી હોય છે.  આ સિવાય આ બાળકોની કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપીથી પણ સારવાર કરી શકાય છે.  આ બાળકને માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. આ સિન્ડ્રોમએ બહુ ઓછો જોવા મળતો સિન્ડ્રોમ છે. યોગ્ય ઉપચારથી આ સિન્ડ્રોમ બાળક માંથી દૂર કરી શકાય છે.

1. દવા
બાળકને ગળાના ચેપ ઇલાજ માટે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. OCD અને ટિકના લક્ષણોને ઘટાડવા માટે પણ દવાઓ આપવામાં આવે છે.

2. વર્તન ઉપચાર
અનિવાર્ય ક્રિયા દબાણ કે વિચાર દબાણ અથવા ચિંતાનો સામનો કરવા અને બાળકને મદદ કરવા માટે બિહેવિયરલ થેરાપી આપી શકાય છે.

3. કૌટુંબિક થેરાપી
ફેમિલી થેરાપીમાં પરિવારના સભ્યોને બાળક સાથે કઈ રીતે વર્તન કરવું તે માટે મદદ કરવામાં આવે છે. જેથી PANDA સિન્ડ્રોમ ધરાવતા બાળકને સારવારના મુશ્કેલ સમયમાં ટેકો મળી શકે. PANDA સિન્ડ્રોમથી પ્રભાવિત બાળક શારીરિક અને માનસિક ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે તેનો સામનો કરવા માટે   પરિવારના સભ્યોના સંપૂર્ણ સહકાર અને સમજણની જરૂર છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ