બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / BREAKING: Court granted 14-day remand of 3 terrorists associated with Al-Qaeda, the plan was to create terror in Saurashtra.

રાજકોટ / BREAKING : અલકાયદા સાથે સંકળાયેલા 3 આતંકીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, સૌરાષ્ટ્રમાં આતંક મચાવવાનો હતો પ્લાન.!

Vishal Khamar

Last Updated: 08:10 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલ ત્રણ આતંકવાદીઓને રાજકોટમાંથી ઝડપી પાડ્યા હતા. જે બાદ તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 14 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 

  • રાજકોટમાંથી ઝડપાયેલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
  • કોર્ટે ત્રણેય આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
  • રિમાન્ડ દરમ્યાન હજુ વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા

 રાજકોટમાંથી અલકાયદા જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓને ગુજરાત એટીએસની ટીમે આજે ઝડપી પાડ્યા છે. ત્યારે આતંકવાદીઓ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી રાજકોટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રણેય આરોપીઓનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં રહેતા હોવાની બાતમી મળી હતીઃ એટીએસ
ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં એટીએસનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. 
અમન માલિક ટેલીગ્રામના માધ્યમથી કોન્ટેક કરતો 
એટીએસ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમન મલિક તેમજ શેખ નવાજ સોની બજારમાં રહે છે. ત્યારે અમન મલિક ટેલીગ્રામનાં માધ્યમથી કોન્ટેક્ટ કરતો હતો. અલકાયદામાં બે એપની મદદથી જોડાયો હતો. અલકાયદામાં જોડાયા બાદ તેઓને સેમી ઓટોમેટીક હથિયાર મળ્યું હતું. ત્યારે હવે હથિયારનાં ઉપયોગને લઈને તેની તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે.  આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. કન્વર્સેશન એપની મદદ લેવાતી હતી. તેમજ હથિયાર ક્યાંથી લીધુ તે માહિતી ગુપ્ત છે. 

આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે
આતંકીઓ સૌરાષ્ટ્રમાં શું કરવાનાં હતા. તેની માહિતી બાંગ્લાદેશથી મળવાની હતી. તેમજ પૈસાની કોઈ વિગતો મળી નથી. આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે. ત્યારે આ આતંકવાદીઓ કોના કોના સંપર્કમાં હતા તેની પૂછપરછ બાકી છે. તેમજ લોકલ હેન્ડરલ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવનાર છે. સોનાનાં કારીગર તરીકે ત્રણેય કામ કરતા હતા. એક વર્ષ પહેલાની તેઓની ગતિવિધિઓની તપાસ બાકી છે. તેમજ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા અંગેની પણ તપાસ બાકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ