બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / BJP to tie up with South's superstar's party: Big announcement likely on July 18

રાજનીતિ / સાઉથના સુપરસ્ટારની પાર્ટી સાથે BJP કરશે ગઠબંધન: 18 જુલાઇએ મોટું એલાન થાય તેવી શક્યતા

Priyakant

Last Updated: 09:44 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NDA Mitting In Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 18 જુલાઈના રોજ NDAની બેઠક, NDAમાં ભાગ લેનાર રાજકીય પક્ષોના ટોચના નેતાઓને સામેલ કરવામાં આવશે

  • PM મોદીની હાજરીમાં 18 જુલાઈના રોજ NDAની બેઠક
  • સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ NDAની બેઠકમાં ભાગ લેશે
  • 18 જુલાઇએ મોટું એલાન થાય તેવી શક્યતા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 18 જુલાઈના રોજ NDAની બેઠક યોજાવાની છે. આ તરફ હવે દેશ આખાની નજર આ બેઠક પર છે. વાત જાણે એમ છે કે, અમરાવતી (એપી) જનસેનાના વડા પવન કલ્યાણ પણ NDAની બેઠકમાં ભાગ લેશે. તેમને દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું.

પવન કલ્યાણ અને તેમની પાર્ટી જનસેનાની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ અને ભૂતપૂર્વ સંયુક્ત આંધ્ર પ્રદેશ વિધાનસભાના સ્પીકર નડેન્દલા મનોહર બેઠકમાં ભાગ લેવા માટે આ મહિનાની 17મી તારીખે સાંજે દિલ્હી પહોંચશે. જેમાં NDAમાં ભાગ લેનાર રાજકીય પક્ષોના ટોચના નેતાઓને સામેલ કરવામાં આવશે. 

ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી પણ સામેલ થશે 
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના વડા જીતન રામ માંઝીને NDAની બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાય પણ પટનામાં ચિરાગ પાસવાનને મળ્યા હતા. ત્યારથી  NDAની બેઠકમાં તેમની ભાગીદારી અંગેની ચર્ચાઓ તેજ હતી. બેઠક બાદ ચિરાગે કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનની વાત ઘણા સમયથી ચાલી રહી છે. હવે વધુ એક કે બે રાઉન્ડની વાતચીત થવાની છે.

18 જુલાઈના રોજ બે મહત્વપૂર્ણ બેઠકો 
થોડા દિવસો પહેલા જ પાર્ટીને ભાજપના ટોચના નેતૃત્વ તરફથી આ આમંત્રણ મળ્યું હતું. ખાસ વાત એ છે કે,જનસેના અને પૂર્વ NDA સહયોગી TDP વચ્ચે આંધ્રપ્રદેશમાં ગઠબંધન માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. 18મી જુલાઈએ રાષ્ટ્રીય સ્તરે બે મહત્વની બેઠક યોજાવાની છે અને તમામ રાજકીય પક્ષો બંને પર નજર રાખશે. નોંધનીય છે કે, 18 જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં NDAની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. બીજી બાજુ તે જ દિવસે બેંગલુરુમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં 24 રાજકીય પક્ષો ભાગ લઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ