બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI President Roger Binny and Rajiv Shukla will visit Pakistan, India's historic initiative for the Asia Cup

Asia Cup 2023 / BIG NEWS: BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને રાજીવ શુક્લા જશે પાકિસ્તાન, એશિયા કપ માટે ભારતની ઐતિહાસિક પહેલ

Vishal Khamar

Last Updated: 11:07 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. BCCI પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાનની મુલાકાત લેશે.

  • પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર
  • BCCI ના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે
  • રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે

 પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધિત સંબંધો સુધારવાની પહેલ તરીકે પણ જોઈ શકાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી યોજાવા જઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે.

એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં

આ વખતે એશિયા કપનું યજમાન પાકિસ્તાન હતું. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ખાતે ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઘણા વિવાદ બાદ પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં રમવાની છે. ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ પાકિસ્તાનમાં જ રમાશે.

BCCI પ્રમુખની પાકિસ્તાનની મુલાકાત મોટો સંકેત
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધોની અસર ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે.  2006થી ભારતે પાકિસ્તાનના પ્રવાસે ટીમ મોકલી નથી. પાકિસ્તાનની ટીમ પણ 2012થી ભારત આવી નથી. 2012 થી બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ આમને-સામને હોય છે. પરંતુ હવે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીની પાકિસ્તાનની મુલાકાતે જવું મોટો સંકેત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ