બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Asian Games 2023: Sunil Chhetri scores late goal as India beat Bangladesh 1-0

Asian Games 2023 / એશિયન ગેમ્સમાં સુનિલ છેત્રીનો કરિશ્મા: છેલ્લી ક્ષણમાં ગોલ કરી ફૂંક્યા પ્રાણ, ભારતે બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું

Pravin Joshi

Last Updated: 05:32 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને હરાવ્યું. આ રીતે સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં પ્રથમ વિજય મેળવ્યો છે.

  • ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને હરાવ્યું
  • ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં પ્રથમ વિજય મેળવ્યો 
  • ભારત માટે છેલ્લી ક્ષણોમાં કેપ્ટન સુનીલ છેત્રીએ ગોલ કર્યો હતો

ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને હરાવ્યું. આ રીતે સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં પ્રથમ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતને ચીન સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે શાનદાર વાપસી કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું હતું. ભારત માટે છેલ્લી ક્ષણોમાં કેપ્ટન સુનીલ છેત્રીએ ગોલ કર્યો હતો. આ ગોલની મદદથી ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવવામાં સફળ રહી હતી. આ મેચનો એકમાત્ર ગોલ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ 85મી મિનિટે કર્યો હતો. ભારતીય ટીમને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશ મ્યાનમાર સામે હારી ગયું હતું.

પ્રથમ હાફમાં મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી

બંને ટીમના ખેલાડીઓ શરૂઆતથી જ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતા રહ્યા, પરંતુ સફળતા મળી ન હતી. મેચના પહેલા હાફ સુધી ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા ન હતા. પરંતુ ભારતીય ટીમે બીજા હાફમાં શાનદાર પ્રદર્શન રજૂ કર્યું હતું. જોકે, બંને ટીમના ખેલાડીઓને ગોલ કરવાની ઘણી તકો મળી હતી. પરંતુ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મેચની પ્રથમ 20 ઓવરમાં બાંગ્લાદેશના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. પરંતુ તે પછી ભારતીય ખેલાડીઓએ ધમાકેદાર વાપસી કરી હતી.

સુનિલ છેત્રીએ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતીય ફૂટબોલ ટીમને યજમાન ચીનના પડકારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશી ટીમ તેની પ્રથમ મેચમાં મ્યાનમાર સામે મેદાનમાં ઉતરી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જોકે ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ ગોલ વિના ડ્રો તરફ આગળ વધી રહી છે. પરંતુ મેચની 85મી મિનિટે સુનિલ છેત્રીએ ગોલ કરીને ભારતીય ટીમને આગળ કરી દીધી હતી. સુનિલ છેત્રીએ પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ