બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ahmedabad hotels full fans booking hospital beds to watch india vs pakistan match

OMG / ભારત-પાકિસ્તાન મેચ માટે ફેન્સનું ગાંડપણ: અમદાવાદની હોટલો ફૂલ થઈ જતાં, હોસ્પિટલોના બેડ થઈ રહ્યા છે બુક

Arohi

Last Updated: 03:23 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Vs Pakistan Match: અમદાવાદની હોટલના રૂમની કિંમતો 15 ઓક્ટોબરે 20 ગણી વધારે હશે. આ રૂમ માટે 59,000 રૂપિયા સુધી વસુલવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ આઈટીસની વેલકમહોટલ આ દિવસે 72,000 રૂપિયામાં રૂમ આપી રહી છે.

  • 15 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનની મેચ 
  • આ દિવસે હોટલ રૂમના ભાવ 20 ગણા વધ્યા 
  • હોસ્પિટલોના બેડ થઈ રહ્યા છે બુક 

આ વર્ષે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ વખતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે. તેને લઈને ફેન્સમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની બધી હોટલ પહેલા જ બુક થઈ ચુકી છે. 

જેમને હોટલના રૂમ નથી મળી રહ્યા તે હવે અમદાવાદની હોસ્પિટલોમાં રહેવા માટે પણ તૈયાર છે. લોકો એવા હોસ્પિટલોમાં બેડની તલાશમાં છે જે નાસ્તો અને રાતનું ભોજન જેવી સુવિધાઓ આપે છે. 

બોડી ચેકઅપના નામ પર હોસ્પિટલ બેડની બુકિંગ
એક રિપોર્ટ અનુસાર શહેરના એક હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે જણાવ્યું કે, "હોસ્પિટલ હોવાના કારણે લોકો ફૂલ બોડી ચેકઅપ માટે આખી રાત રોકાવવા માટેની એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા છે. તેનાથી તેમનો હેતુ પુરો થઈ જાય."

તેમણે કહ્યું, "આ લોકો ડિલકસથી લઈમે સુઈટ રૂમ સુધી બુક કરી રહ્યા છે. અમારી પાસે સીમિત રૂમ છે અમે એનઆરઆઈને વરીયતા આપી રહ્યા છે. અમારી પ્રાથમિકતા રોગીઓની દેખરેખ છે. "

તેમણે આગળ કહ્યું, "મારા યુએસએના મિત્રોએ મારા હોસ્પિટલમાં રહેવા વિશે પુછપરછ કરી હતી. મારી પાસે ખાસ અને સામાન્ય બન્ને રૂમ છે. તેમનો ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન મેચ જોવાનો અને ચિકિત્સા સુવિધાઓનો લાભ ઉઠાવવાનો છે. તે મારા ઘરની જગ્યા પર હોસ્પિટલમાં રહેવા માંગે છે."

હોટલની રૂમના ભાવ 20 ગણા વધ્યા 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં હોટલના રૂમની કિંમતો 15 ઓક્ટોબરે 20 ગણી વધારે થઈ ગઈ છે. એક રૂમ માટે 59,000 રૂપિયા સુધી વસુલવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ ઓઈટીસીના વેલકમહોટલ આ દિવસે 72000 રૂપિયામાં રૂમ આપી રહ્યા છે. તેના ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 15 ઓક્ટોબરે શહેરની ટીસી નર્મદા અને કોર્ટયાર્ડ બાય મેરિયટ જેવી અન્ય હોટલોમાં કોઈ રૂમ ઉપલબ્ધ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ