બ્રેકિંગ ન્યુઝ
VTV / You give good support, I will give you Hindu Rashtra: Bageshwar government gave new slogan
Priyakant
Last Updated: 11:25 AM, 24 January 2023
ADVERTISEMENT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. તેમણે ગઇકાલે કહ્યું કે, આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બોઝે એક સૂત્ર આપ્યું હતું, પરંતુ આજે આપણે એક નવું સૂત્ર આપ્યું છે. તમે સારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ. આ સાથે તેમણે કહ્યું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે બંગડીઓ પહેરીને ઘરે ન બેસો. હવે મારે બહાર આવીને કહેવું પડશે.
ADVERTISEMENT
શું કહ્યું બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ?
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હજુ પણ લોકો બહાર નહીં નીકળે તો અમે તેમને કાયર ગણીશું. સાથે જ કહ્યું કે જો તમે સનાતની છો તો મને સાથ આપો. ઘરની બહાર નીકળો. હું માત્ર સનાતન ધર્મને આગળ લઈ જવા ઈચ્છું છું. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ધર્મના વિરોધીઓને જવાબ આપવો પડશે. તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ ભારત હિંદુ રાષ્ટ્ર છે. કેટલાક લોકોની અંદર સનાતની લોહી નથી. આવા લોકો હિંદુ બનીને હિંદુઓ પર સવાલો ઉભા કરે છે.
મારી પ્રાર્થના વ્યર્થ ન જવા દો: ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તમે બધાએ આ સ્લોગનને ઘણા લોકો સુધી પહોંચાડો. આ દરમિયાન તેમણે કહ્યું કે,. ભારતના હિંદુઓ એક થઈ ગયા તે પણ એક ચમત્કાર છે. એ પણ કહ્યું કે મારી પ્રાર્થના વ્યર્થ ન જવા દો. આ સાથે કહ્યું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે બંગડીઓ પહેરીને ઘરે ન બેસો. હવે મારે બહાર આવીને કહેવું પડશે.
હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં: ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. હું ક્યારેય રાજકારણ નહીં કરું, અમે માત્ર સનાતનીઓને એક કરવાની વાત કરીશું. તેમણે કહ્યું કે, ભારતના દરેક સંત અમારી સાથે છે, તે આપણું સૌભાગ્ય છે. અમે બધા સાધુઓને પ્રાર્થના કરીશું કે, હવે ચૂપચાપ બેસી ન રહે.
બાગેશ્વર ધામ એક બહાનું હતું: ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ધર્મના વિરોધીઓને જવાબ આપવો પડશે. તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બાગેશ્વર ધામ એક બહાનું હતું, તેના બદલે કેટલાક લોકોએ સનાતન ધર્મને નિશાન બનાવવો હતો. આવા લોકો હિંદુ બનીને હિંદુઓ પર સવાલો ઉભા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.