બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Why did the opposition get angry with the Modi government over the war in Gaza?

BIG NEWS / ગાઝામાં યુદ્ધ મામલે મોદી સરકાર પર કેમ ભડક્યું વિપક્ષ? પ્રિયંકા ગાંધીથી લઈને પવાર અને ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ

Kishor

Last Updated: 05:46 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝામાં યુદ્ધવિરામનું આહ્વાન કરતા યુએન જનરલ એસેમ્બલીના ઠરાવથી ભારતે પોતાને દૂર રાખતા હવે કોંગ્રેસ સહિત વિપક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે.

  • ગાઝામાં યુદ્ધ મામલે મોદી સરકાર વિપક્ષ ભડક્યું 
  • પ્રિયંકા ગાંધીથી લઈને પવાર અને ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ
  • ભારતના આ પગલાથી ચોંકી ગઈ છું :  પ્રિયંકા ગાંધી

ઈઝરાયલ-હમાસ યુદ્ધનો મામલો અટક્વાનુ નામ જ નથી ત્યારે ત્યારે ગાઝામાં યુદ્ધવિરામનું આહ્વાન કરતા યુએન જનરલ એસેમ્બલીના ઠરાવથી ભારતે પોતાને દૂર રાખતા હવે કોંગ્રેસ સહિત વિપક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ નામ લીધા વગર આકરા પ્રહાર કરતા કહ્યું કે  તેઓ ભારતના આ પગલાથી ચોંકી ગઈ છે અને તેને શરમનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે જ કહ્યું કે જ્યારે માનવતાની સાથે દરેક કાયદાને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે એ સમયે સ્ટેન્ડ ન લેવુ અને બીજી તરફ ચૂપચાપ બેસી રહેવુએ તદન ખોટુ છે. 

 બીજી તરફ આ પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને કહ્યું કે ભારત પેલેસ્ટાઇન સાથે ઉભુ છે. પરંતુ પ્રિયંકા ગાંધી વોટ માટે આંતકવાદી  સાથે ઉભી છે. ત્યારે ગિરિરાજસિંહે કહ્યું કે પ્રિયંકા ગાંધી તમે વોટ માટે હજુ શું-શું કરશો?  ગિરિરાજસિંહે એમ પણ કહ્યું કે કોંગ્રેસને આમ પણ કલંક જ પસંદ છે.. પણ અમને કલંક પસંદ નથી. કારણ કે તમે વોટ માટે ગમે તે કરી શકો છો.

જાણો પ્રિયંકાએ શું કહ્યું?
આ પહેલા પ્રિયંકાએ ભારત દ્વારા યુએનમાં ઉઠવવામાં આવેલા પગલાની ટીકા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે આંખના બદલે આંખ આખી દુનિયાને આંધળી બનાવી દે છે.. હું સ્તબ્ધ અને શરમજનક સ્થિતિનો અનુભવ કરૂ છું. કારણ કે દેશ ગાઝામાં સંધર્ષ-વિરામ માટે થયેલા મતદાનમાં હાજરી ન આપી.આપણા દેશનું નિર્માણ અસિંહા અને સત્યના સિંદ્ધાંતો પર થયું હતું.. જે સિદ્ધાંતો માટે આપણા સ્વતંત્રતાના સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આ સિદ્ધાંત સવંધાનનો આધાર છે જે આપણી રાષ્ટ્રીયતાને પરિભાષિત કરે છે.. જે ભારતના નૈતિક સાહસનું પ્રતિનિધિત્વ કરે છે.. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યના સ્વરૂપમાં તેના કાર્યોનું માર્ગદર્શન કર્યું છે. 

વધુમાં પ્રિયંકાએ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે પેલેસ્ટાઈનમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવામાં આવી રહી છે.. ત્યારે આ સમયે સ્ટેન્ડ લેવાના બદલે એક બાજુ જઈને ચુપચાપ બેસી રહેવુ તે સાવ ખોટી અને પાયાવિહોણી વાત છે.બીજી બાજુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે  યુદ્ધવિરામ અને નાગરિક જીવનના રક્ષણ માટે યુએનના ઠરાવ પર મતદાન કરવાથી ભારત દુર રહ્યું છે.. જે ખુબ હેરાન કરતુ આ ભારતનું પગલું છે. કારણ કે  ઈઝરાયેલે ગાઝામાં 7028 લોકોની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા છે.. જેમાં 3000થી વધુ બાળકો અને 1700 મહિલાઓનો સમાવેશ થાય છે.  અહિંયા જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી સ્થિતિ અહિંયા કાબુમાં નથી..  ઓવૈસીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી.. આ મુદ્દો માનવતાવાદીનો છે.. ઔવેસીએ સવાલ કર્યો કે ભારત કેમ લોકોના જીવન સંબંધિત મુદ્દાઓથી દુર રહે છે? ગાઝામાં સહાય મોકલી દીધા પછી કેમ ત્યાંગ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ