બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / What is the benefit of Gnanasetu project to the student?

મહામંથન / જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી વિદ્યાર્થીને કેટલો ફાયદો? સરકાર શિક્ષણની જવાબદારીથી છટકતી હોવાના આરોપમાં કેટલું તથ્ય

Vishal Khamar

Last Updated: 08:55 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એકબાજુ ખાનગી શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ખાનગી શિક્ષણનાં વ્યાપની વચ્ચે રાજ્ય સરકારનો જ્ઞાનસેતુ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ છે. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળા માને છે કે અમારી શાળામાંથી જો હોશિયાર વિદ્યાર્થી જતા રહેશે તે અમારી પાસે શું રહેશે. તેમજ બીજા પણ અનેક મુદ્દા છે. જેના માટે સરકારે 28 તજજ્ઞોની સમિતિ બનાવી છે.

  • સરકાર શિક્ષણની જવાબદારીથી છટકતી હોવાનો આરોપ કેમ?
  • જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી વિદ્યાર્થીને કેટલો ફાયદો?
  • ગ્રાન્ટેડ શાળાનું અસ્તિત્વ જોખમાશે?
  • જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો વિરોધ કેમ છે?
  • સરકારી શાળાનું સ્તર જોખમાશે?
  • જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો હેતુ ગુણવત્તા યુક્ત શિક્ષણનો છે
  • 75 જ્ઞાનશક્તિ શાળાનો લક્ષ્યાંક
  • શિક્ષણવિદો અને સંચાલકોનો તર્ક શું છે?

ભારત એ દેશ છે કે જ્યાં શિક્ષણવિદો, દાર્શનિકોનો જોટો જડે એમ નથી. આ એ દેશ છે કે જયાં નાલંદા અને તક્ષશીલા જેવી જ્ઞાનપીઠ હતી અને દેશ-વિદેશથી લોકો અહીં શિક્ષણ લેવા આવતા હતા. ઈતિહાસમાં એ જાણીતી વાત છે કે આક્રાંતાઓ અને અંગ્રેજોએ જયારે દેશ ઉપર આક્રમણ કર્યુ ત્યારે સૌથી પહેલો નાશ શિક્ષણ સંસ્થાનોનો કર્યો. શિક્ષણનું મહત્વ એ વાત ઉપરથી સમજી શકાય છે કે જેમાં જાણકારો એવુ કહે છે કે જો કોઈ દેશને ખતમ કરવો હોય તો યુદ્ધ કરવાની જરૂર નથી તેનું શિક્ષણ ખતમ કરી નાંખો એટલે દેશ આપોઆપ ખતમ થઈ જશે. શિક્ષણનું આટલી હદે જયાં મહત્વ છે તે દેશ અને રાજ્યમાં હવે ચારેબાજુ ખાનગી શિક્ષણનો વ્યાપ છે. ખાનગી શિક્ષણના વ્યાપની વચ્ચે આજકાલ ચર્ચામાં છે રાજ્ય સરકારનો જ્ઞાનસેતુ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ કાગળ ઉપર ઘણો સારો લાગે છે જેમાં સરકારનો તર્ક છે કે સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ખાનગી શાળાનું ભૌતિક સુવિધાયુક્ત, દ્વિભાષી ભણતર, સ્પર્ધાત્મક વાતાવરણ વગેરે ઉપલબ્ધ થશે. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળા માને છે કે અમારી શાળામાંથી પણ જો તેજસ્વી વિદ્યાર્થી જતા રહેશે તો અમારી પાસે શું રહેશે. બીજા પણ અનેક મુદ્દા છે, સરકારની 28 તજજ્ઞોની સમિતિ તમામ મુદ્દે વિચાર કરી રહી છે પણ કેન્દ્રસ્થાને એવો જ આરોપ છે કે શું સરકાર શિક્ષણની જવાબદારીમાંથી છટકી રહી છે?

  • રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જ્ઞાનસેતુનો વિરોધ
  • ગ્રાન્ટેડ શાળાના સંચાલકો, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓનો વિરોધ
  • જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાને નુકસાન થાય તેવો દાવો
  • રાજય સરકાર ખાનગી શાળાને ફાયદો કરાવતી હોવાનો આરોપ
  • જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી સરકારી શાળાનું સ્તર વધુ નબળું બનશે તેવો દાવો

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જ્ઞાનસેતુનો વિરોધ કરે છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકો, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓનો વિરોધ. જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાને નુકસાન થાય તેવો દાવો. રાજય સરકાર ખાનગી શાળાને ફાયદો કરાવતી હોવાનો આરોપ. જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી સરકારી શાળાનું સ્તર વધુ નબળું બનશે તેવો દાવો.

  • ધોરણ 1 થી 5માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખવા
  • સરકારી-ગ્રાન્ટેડ શાળાના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું
  • આવા વિદ્યાર્થીઓને અલગ તારવી ધોરણ 6 થી 12 સુધી સારુ શિક્ષણ આપવું
  • સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવા

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શું છે?

ધોરણ 1 થી 5માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખવા તેમજ સરકારી-ગ્રાન્ટેડ શાળાના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું.  ત્યારે આવા વિદ્યાર્થીઓને અલગ તારવી ધોરણ 6 થી 12 સુધી સારુ શિક્ષણ આપવું. સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવા. આ વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ લેવી. એન્ટ્રન્સ એક્ઝામ મારફતે અન્ય સારી ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા. જે વિદ્યાર્થી વધુ માર્ક્સ લાવે તેને જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ આપવો. આ માટે સરકાર વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજારની સહાય આપશે. દરેક શાળામાં લગભગ 500 વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ 75 જેટલી જ્ઞાનશક્તિ શાળા ઉભી કરવાનો લક્ષ્યાંક. ત્યારે આગામી 5 વર્ષમા 5 લાખ વિદ્યાર્થીઓના સમાવેશની શક્યતા છે. 

  • જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે વિવિધ શાળા સંચાલક મંડળનો વિરોધ છે
  • શિક્ષણવિદો અને સંચાલક મંડળનો તર્ક છે કે ગ્રાન્ટેડ શાળાને વધુ નુકસાન જશે
  • મોટેભાગે સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ જ ખાનગી શાળામાં જશે

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે સવાલ કેમ?

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે વિવિધ શાળા સંચાલક મંડળનો વિરોધ છે. શિક્ષણવિદો અને સંચાલક મંડળનો તર્ક છે કે ગ્રાન્ટેડ શાળાને વધુ નુકસાન જશે. મોટેભાગે સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ જ ખાનગી શાળામાં જશે. જો સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ જતા રહેશે તો તેમા ભણશે કોણ? સમય જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે એટલે શિક્ષકો ફાજલ થશે. તેમજ ગ્રાન્ટેડ શાળાનો તર્ક છે કે જો ગ્રાન્ટ આપવાની હોય તો અમને ગ્રાન્ટ મળે. તેજસ્વી વિદ્યાર્થી જતા રહેશે તો સરકારી-ગ્રાન્ટેડ શાળા તરફ વાલીનો પણ વિશ્વાસ ઘટશે. ખાનગી શાળાને ઘરે બેઠા તેજસ્વી વિદ્યાર્થીઓ મળી જશે.

  • સરકારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટની સમીક્ષા માટે સમિતિ બનાવી છે
  • સરકારની સમિતિમાં 28 સભ્યો છે
  • સરકારનો તર્ક છે કે તેમનો હેતુ માત્ર સ્પર્ધાત્મક વાતાવરણ સર્જવાનો છે
  • સરકાર માને છે કે ખાનગી શાળાની ભૌતિક સુવિધા, દ્વિભાષી શિક્ષણ દરેકને મળવું જોઈએ

સરકારનો તર્ક શું છે?

સરકારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટની સમીક્ષા માટે સમિતિ બનાવી છે. સરકારની સમિતિમાં 28 સભ્યો છે. સરકારનો તર્ક છે કે તેમનો હેતુ માત્ર સ્પર્ધાત્મક વાતાવરણ સર્જવાનો છે. સરકાર માને છે કે ખાનગી શાળાની ભૌતિક સુવિધા, દ્વિભાષી શિક્ષણ દરેકને મળવું જોઈએ. સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થી સુવિધાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટથી કોઈ શાળા બંધ થાય કે શિક્ષક ફાજલ થાય તેવી સ્થિતિ નહીં આવે.  તજજ્ઞોની સમિતિ અભ્યાસ કરીને પ્રોજેક્ટ અંગે રિપોર્ટ આપશે. સરકારે હજુ કોઈ ખાનગી સંસ્થા સાથે આ મુદ્દે કરાર કર્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ