બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / today share market bse sensex nse nifty russia ukraine war

રફેદફે / રશિયાના આક્રમણની ભયંકર અસર વર્તાઈ, સતત બીજા અઠવાડીયે પણ શેરબજારમાં ધબડકો

Dhruv

Last Updated: 10:28 AM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર રશિયાના હુમલા બાદ બગડતા વૈશ્વિક વાતાવરણ વચ્ચે સ્થાનિક શેરબજારને બિલકુલ રાહત નથી મળી રહી. છેલ્લાં 2 સપ્તાહથી ચાલી રહેલા ઘટાડાનું પ્રેશર હજુ પણ યથાવત છે. ગઈ કાલની રજા બાદ બુધવારના જેવું બજાર ખુલ્યું કે તુરંત સેન્સેક્સ (BSE Sensex) 700થી અંકથી નીચે ચાલ્યો ગયો હતો.

  • સેન્સેક્સ ખુલતાની સાથે જ ધડામ દઇને નીચે
  • રશિયા-અમેરિકાના બગડતા સંબંધની શેરમાર્કેટ પર અસર
  • સેન્સેક્સ (BSE Sensex) 700થી અંકથી નીચે ચાલ્યો ગયો

પ્રી-ઓપનથી જ બન્યું છે પ્રેશર

બજાર પ્રી-ઓપન સેશનમાં જ 600 અંકથી નીચે તૂટ્યું હતું. વેપારની શરૂઆત બાદ ઘટાડાની ઊંડાઈ વધારે પહોળી થઈ અને સેન્સેક્સમાં અંદાજે 702 પોઈન્ટનું નુકસાન થયું. વેપારની શરૂઆત બાદ થોડી જ મિનિટોના ટ્રેન્ડથી એ સ્પષ્ટ થઈ ગયું કે, આજે પણ બજાર અસ્થિર રહેશે. સવારના 09:20 વાગ્યે સેન્સેક્સ 55,500 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે 733 પોઈન્ટથી વધુ નીચે હતો. NSE નિફ્ટી લગભગ 1 ટકાના ઘટાડા સાથે 16,635 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

મહાશિવરાત્રિ પર કોઇ પણ જાતનો વેપાર ના થયો

ગઈ કાલે એટલે કે મંગળવારના રોજ મહાશિવરાત્રિના કારણે સ્થાનિક શેરબજારો બંધ રહ્યાં હતાં. આ પહેલાં સપ્તાહના પ્રારંભિક સત્રમાં સોમવારે બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ઈસ્ટર્ન યુરોપથી આવી રહેલા સમાચાર મુજબ, બજાર ઉપર-નીચે તરફ આગળ વધી રહ્યું હતું. સોમવારનાં બજાર 1500 થી વધુ પોઈન્ટ્સની રેન્જમાં આગળ વધ્યા બાદ ભારે લીડ પર રહ્યું હતું.

સતત 7 દિવસના ઘટાડા બાદ આખરે બજાર સુધર્યું

ટ્રેડિંગ બંધ થયા બાદ BSE સેન્સેક્સ 388.76 પોઈન્ટ (0.70 ટકા) વધીને 56,247.28 અંક પર બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 135.50 પોઈન્ટ (0.81 ટકા) વધીને 16,793.90 પર રહ્યો હતો. બજારમાં તેજીનો આ સતત બીજો દિવસ હતો. અગાઉ સ્થાનિક શેરબજારમાં સતત સાત દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો.

હાલમાં આ ક્ષેત્રોની છે સૌથી ખરાબ હાલત

આજે આઈટી, બેંકિંગ અને નાણાંકીય ક્ષેત્રના સેક્ટર્સના સ્ટોક ભારે નુકસાનમાં છે. સેન્સેક્સ કંપનીઓ વિશે જો વાત કરીએ તો , ICICI બેન્ક, HDFC બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, SBI, બજાજ ફિનસર્વ જેવાં બેન્કિંગ અને નાણાંકીય શેર હાલ ખોટમાં છે. IT કંપનીઓમાં TCS, Infosys અને Wipro ના શેરમાં ઘટાડો થયો છે. માત્ર ટેક મહિન્દ્રા જ સામાન્ય તેજીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ