બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The elected government is the real 'boss' in Delhi, not the LG, the Supreme Court gave a historic verdict

BIG NEWS / દિલ્હીમાં LG નહીં ચૂંટાયેલી સરકાર જ અસલી 'બોસ', સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Priyakant

Last Updated: 12:04 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સરકાર vs LG કેસ: સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, કહ્યું 'દિલ્હી સરકારને ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર'

  • દિલ્હીમાં કોણ સૌથી વધુ પાવરફૂલ ? મુખ્યમંત્રી કે લેફ્ટનન્ટ ગવર્નર ? 
  • સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, દિલ્હી સરકારને ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર
  • કોર્ટે 18 જાન્યુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત 

દિલ્હીમાં કોણ સૌથી વધુ પાવરફૂલ ? મુખ્યમંત્રી કે લેફ્ટનન્ટ ગવર્નર ? જે બાબતે હવે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. દિલ્હીમાં કોણ સૌથી વધુ પાવરફૂલ ? મુખ્યમંત્રી કે લેફ્ટનન્ટ ગવર્નર ? જે બાબતે હવે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપતા કહ્યું કે, દિલ્હી સરકારને ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર.. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આપેલા ચુકાદાનું મહત્વનું તારણ,ચૂંટાયેલી સરકારની સલાહ પર LG શાસન ચલાવે. મુખ્ય ન્યાયાધીશે બંધારણીય બેંચનો ચુકાદો આપતાં કહ્યું કે, દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલો સાથે વ્યવહાર કરવો જરૂરી છે. NCTD એક્ટની કલમ 239aa અધિકારોની ખૂબ જ વિશાળ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે. 239aa વિધાનસભાની સત્તાઓને પણ યોગ્ય રીતે સમજાવે છે. જેમાં ત્રણ વિષયોને સરકારના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
CJIએ કહ્યું, આ તમામ જજોની સહમતિથી બહુમતીનો નિર્ણય છે. આ માત્ર સેવાઓ પર નિયંત્રણની બાબત છે. અધિકારીઓની સેવાઓ પર કોનો અધિકાર છે? CJIએ કહ્યું, અમારી સામે સીમિત મુદ્દો એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સેવાઓ પર કોનું નિયંત્રણ રહેશે? 2018નો ચુકાદો આ મુદ્દે સ્પષ્ટતા પ્રદાન કરે છે પરંતુ કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોનો સામનો કરવો જરૂરી છે. કલમ 239AA વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. - CJIએ કહ્યું, NCT સંપૂર્ણ રાજ્ય નથી.  આવી સ્થિતિમાં રાજ્ય પ્રથમ યાદીમાં આવતું નથી. NCT દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. CJIએ કહ્યું કે, વહીવટને GNCTDના સમગ્ર વહીવટ તરીકે ન સમજી શકાય. અન્યથા ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી પડી જશે.

દિલ્લી સરકારના અધિકાર મામલે સુપ્રિમકોર્ટનું અવલોકન

  1. 5 જજોની સંવેધાનિક પીઠ દ્વારા અપાયો ચૂકાદો
  2. દિલ્લી સરકારમાં શક્તિ વિભાજન પર ચૂકાદો
  3. દિલ્લીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પાવર પર સંભળાવી રહ્યાં છે નિર્ણય
  4. દિલ્લીના અધિકાર બીજા રાજ્યોની તુલનામાં ઓછાઃ CJI
  5. દિલ્લીમાં ચૂંટાયેલી સરકાર માન્ય પણ તેના અધિકાર ઓછા:SC
  6. દિલ્લીના કેટલાંક નિર્ણયોમાં LGનો એકમાત્ર અધિકાર:SC
  7. 2019ના જસ્ટીસ ભૂષણના ચુકાદાથી સહમત નથીઃ CJI

નોંધનીય છે કે, આ નિર્ણય દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને તેમની બદલીના અધિકારની માંગ કરતી દિલ્હી સરકારની અરજી પર આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય દિલ્હીમાં વહીવટી સેવાઓને નિયંત્રિત કરવાના અધિકાર સાથે પણ સંબંધિત હશે. કોર્ટે 18 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 

દિલ્હી સરકારની દલીલ હતી કે, કેન્દ્ર વાસ્તવમાં તેની અને સંસદ વચ્ચેના અંતરને ખતમ કરવા માંગે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, દુનિયાએ દિલ્હી જોવું પડશે એટલે કે ભારતને જોવું પડશે. તેમણે કહ્યું કે, તે રાષ્ટ્રીય રાજધાની હોવાથી તે જરૂરી છે કે કેન્દ્ર પાસે તેના વહીવટ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિયંત્રણ પર વિશેષ સત્તા હોય. 

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 2021માં ગવર્નમેન્ટ ઑફ NCT ઑફ દિલ્હી એક્ટ (GNCTD એક્ટ) પસાર કર્યો હતો. આમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કેટલીક વધુ સત્તાઓ આપવામાં આવી હતી. આ કાયદા વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આમ આદમી પાર્ટીએ ઘણી વખત કેન્દ્ર સરકાર પર લેફ્ટનન્ટ ગવર્નરનો ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારના કામકાજમાં અવરોધ લાવવાનો આરોપ લગાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ