બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / tenant gets property after 12 years this work is necessary for the landlord

જાણવું જરૂરી / મકાન માલિકો ભાડૂઆતને ઘર આપતા પહેલા આ જરૂરી કામ પતાવી લેજો, નહીં તો પ્રોપર્ટીથી હાથ ધોઈ નાખજો, કોર્ટ પણ કામ નહીં આવે

Bijal Vyas

Last Updated: 12:53 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કહ્યું છે, કે જો 12 વર્ષ સુધી કોઈ ખાનગી સંપત્તિ પર કોઈ અવિરત રીતે રહી રહ્યું હોય, તો તે તેની થઈ જશે.

  • મકાન માલિકનો રેન્ટ એગ્રીમેન્ટ રિન્યુ કરાવુ જોઇએ
  • શક્ય હોય તો એક સમય બાદ ભાડુઆતને બદલી લો
  • બેદરકારીના કારણે માલિકના હાથેથી પ્રોપર્ટી જઇ શકે છે

જો તમે કોઈ પ્રોપર્ટીના માલિક છો અને તમારી સંપત્તિ પર કોઈ અન્ય રહી રહ્યા છે, તો તે પ્રોપર્ટી તેની થઈ શકે છે. આ આટલું સરળ નથી, પરંતુ તમારી બેદરકારીના કારણે આવું શક્ય છે. તેને પ્રતિકૂળ કબજો કહેવામાં આવે છે. આ મામલે પછી કોર્ટ પણ તમારી કોઈ મદદ નહિ કરી શકે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કહ્યું છે, કે જો 12 વર્ષ સુધી કોઈ ખાનગી સંપત્તિ પર કોઈ અવિરત રીતે રહી રહ્યું હોય, તો તે તેની થઈ જશે.

Topic | VTV Gujarati

પ્રતિકૂળ કબજાનો કાયદો અંગ્રેજોના જમાનાનો છે. તેને સરળ શબ્દોમાં સમજૂએ, તો તે જમીન પર અવિરત કબજાનો કાયદો છે. જો કે, ઉપર આપવામાં આવેલી સ્થિતિમાં તે માન્ય કરી દેવામાં આવે છે. 12 વર્ષવાળો કાયદો સરકારી સંપત્તિ પર લાગી થતો નથી. ઘણીવાર તેના કારણે માલિકોએ તેમની સંપત્તિમાંથી હાથ ગુમાવવો પડે છે. તેનો ઉપયોગ મકાનમાં લાંબા સમયથી રહેનારા ભાડુઆત કરે છે. આવી સ્થિતિમાં મકાનમાલિકે સચેત રહેવાની જરૂર હોય છે.

કઈ પરિસ્થિતિઓમાં મળી જાય છે માન્યતા 
જો સંપત્તિ પર શાંતિપૂર્ણ રીતે કબજો કરવામાં આવ્યો છે અને મકાનમાલિકને તેની સૂચના પણ છે, તો તે પ્રતિકૂળ કબજા હેઠળ પ્રોપર્ટી પર માલિકીના હકનો દાવો કરી શકે છે. આમાં સૌથી મોટું પરિબળ છે, કે મકાનમાલિકે 12 વર્ષની ગાળામાં ક્યારેટ પણ તે કબજાને લઈને કોઈ રોક-ટોક લગાવી નથી. એટલે કે તે સાબિત કરવું જરૂરી છે, કે પ્રોપર્ટી પર કબજો સતત હતો અને તેમાં કોઈપણ વાર રોક લગાવવામાં આવી નથી. કબજો કરનારા વ્યક્તિને પ્રોપર્ટી ડીડ, ટેક્સ રસીદ, વીજળી કે પાણીનું બિલ, સાક્ષીઓનું સોગંદનામું વગેરેની જરૂર હોય છે.

Tag | VTV Gujarati

કેવી રીતે કરવો બચાવ?
તેની સૌથી સારી રીતે એ છે, કે કોઈ પણ મકાન ભાડા પર આપતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી દો. તે 11 મહિનાનું હોય છે અને એટલા માટે 11 મહિના પછી તેને રિન્યૂ કરવું પડશે, જેથી પ્રોપર્ટીના કબજા પર રોક માનવામાં આવશે.બીજું સમય પર ભાડુઆતને બદલી શકો છો. તમારે તમારી સંપત્તિ પર હંમેશા નજર રાખવી જોઈએ, કે ત્યાં કોઈ અવિરત કબજો તો નથી કરવામાં આવ્યો ને. કોઈ પર વિશ્વાસ કરીને પ્રોપર્ટી નિસ્તેજ છોડવાથી તમને નુકસાન જઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ