બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Tech Mahindra to hire 3,000 people in Gujarat over next five years

રોજગારી / ગુજરાતમાં 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી મોટી કંપનીએ, સરકાર સાથે કર્યાં કરાર

Hiralal

Last Updated: 03:29 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની પાંચમી સૌથી મોટી આઈટી કંપની ટેક મહિન્દ્રાએ ગુજરાતમાં 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી છે આ માટે સરકાર સાથે કરાર કરાયા છે.

  • આઈટી કંપની ટેક મહિન્દ્રાની મોટી જાહેરાત
  • ગુજરાતમાં 3 હજાર લોકોને આપશે રોજગારી
  • ગુજરાત સરકાર સાથે કર્યાં કરાર

વિશ્વભરની કંપનીઓમાં છટણીનો દોર જારી છે ત્યારે એક મોટી ભારતીય કંપનીએ ગુજરાતના 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી છે. દેશની પાંચમી સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) કંપની ટેક મહિન્દ્રાએ ગુજરાતમાં 3,000 લોકોને નોકરી આપવા માટે રાજ્ય સરકાર સાથે કરાર કર્યાં છે. 

કંપનીએ ગુજરાત સરકાર સાથે કર્યાં કરાર 
ટેક મહિન્દ્રાએ મંગળવારે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. કંપની વતી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સી પી ગુરનાનીએ જણાવ્યું હતું કે આ કરારથી કંપની એન્ટરપ્રાઇઝિસની બદલાતી એન્જિનિયરિંગ જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ બનશે.

પાંચ વર્ષમાં 3000 લોકોને મળશે નોકરી 
ભારતીય આઇટી કંપની ટેક મહિન્દ્રાએ આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે આ 3000 નોકરીઓ પૂરી પાડવાની યોજના તૈયાર કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેક મહિન્દ્રા ડિજિટલ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરશે, જે બિઝનેસના લોકોને વધુ સંપર્કો બનાવીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પડકારો પર નજર રાખવા માટે સક્ષમ બનાવશે. તેઓ ડિજિટલ ઉત્પાદનો બનાવતી વખતે આવકના નવા સ્રોત બનાવવામાં સમર્થ હશે.

અમદાવાદમાં બનશે ભારતનો સૌથી મોટો મોલ, 12000 લોકોને મળશે રોજગારી 
અમદાવાદમાં આગામી દિવસોએ ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ બનશે તેવું સામે આવ્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપના માર્કેટિંગ અને સંપર્ક વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. તેમણે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. નંદકુમારે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં 6,000 લોકોને અને પરોક્ષ રીતે 12,000થી વધુ લોકોને રોજગારી મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ