બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / story with student power india can hit canada where it hurts the most

Canada vs India / ભારતથી દુશ્મની ટ્રુડોને ભારે પડી શકે... બસ આ એક નિર્ણય અને તૂટી જશે કેનેડાની આર્થિક કમર

Malay

Last Updated: 08:35 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada vs India: બસ એક નિર્ણય અને ભાંગી જશે કેનેડાની આર્થિક કમર, ભારતના હાથમાં છે કનેડાની દૂખતી નસ

  • નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ
  • કેનેડાની ઈકોનોમી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભર 
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારે

Canada vs India: ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. ખાલિસ્તાનને સમર્થન આપવા બદલ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારે ટીકા થઈ રહી છે. આ વચ્ચે કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થી અને તેમના માતા-પિતામાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ બધી બાબતોની વચ્ચે ભારતના હાથમાં કેનેડાની એ દૂખતી નસ છે, જેના પર ઈજા તેના માટે મોટી સમસ્યાઓ ઊભી કરી દેશે. કેનેડાની ઈકોનોમી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે, આ કેનેડાની સૌથી મોટી નબળાઈ છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં પણ સૌથી મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે, જેઓ ત્યાંની ખાનગી યુનિવર્સિટીઓને તગડી ફી ચૂકવીને મોટી આર્થિક મદદ કરી રહ્યા છે. 

Indias agent behind Nijjars murder Canada PM Trudeau responsible

ભારતના નિર્ણયથી કેનેડાનો થઈ જશે શ્વાસ અધ્ધર
વાસ્તવમાં ભારતને પણ ખ્યાલ છે કે તે કેનેડાના મામલામાં મજબૂત મોટા પગલાં ભરવાની સ્થિતિમાં છે. જો ભારત આ મામલે નિર્ણય લેશે તો કેનેડાના શ્વાસ અધ્ધર થઈ જશે. જો બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ખરાબ થશે તો ભારત વિદ્યાર્થીઓના કેનેડા જવા પર પ્રતિબંધ લગાવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આવું થાય તો કેનેડાની એવી ખાનગી યુનિવર્સિટીઓ કે જેમને સરકાર તરફથી મદદ નથી, તેના પાટીયા પડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડિયન અર્થતંત્રમાં 30 બિલિયન ડોલરનું યોગદાન આપે છે. જો ભારત પોતાના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદશે તો આ સેક્ટર માટે આ એક મોટો ફટકો હશે. એટલું જ નહીં અહીં વિવિધ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ રૂમના ભાડાના રૂપમાં ઘણું યોગદાન આપે છે.

ભારતને ઉશ્કેરતા નથી પરંતુ'... સરકારના એક્શનથી ઢીલા પડ્યાં કેનેડાના PM, જાણો  કેમ બગડ્યાં સંબંધો I "Not Trying To Provoke India, But Want Answers": Canada  PM Justin Trudeau Amid ...

આવકમાં થશે મોટું નુકસાન 
તમને જણાવી દઈએ કે, કેનેડાના ઓડિટર-જનરલ બોની લિસિક પૈસાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભરતાના જોખમોને ગણાવી ચૂક્યા છે. 2021ના રિપોર્ટમાં તેમણે કહ્યું કે, આ સરકારના નિયંત્રણની બહાર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો કેટલાક દેશોના વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશવામાં અસમર્થ થાય છે તો આવકમાં અચાનક અને મોટા પાયે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં કલ્પના કરી શકાય છે કે જે દેશમાં 40 ટકા વિદ્યાર્થીઓ છે તે તેના વિદ્યાર્થીઓને રોકે તો શું થશે. કેનેડા સરકારના આંકડા અનુસાર 2022માં કેનેડામાં 5.5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 2.26 લાખ ભારતના હતા. અને 3.2 લાખ ભારતીયો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર રહેતા હતા અને તેની અર્થવ્યવસ્થાને મદદ કરી રહ્યા હતા.

india canada tension indian visas for canadians suspended says mea

ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ શકે છે ઘટાડો 
તાજેતરમાં જ કેટલાક આંતરરાષ્ટ્રીય આર્ટિકલ્સમાં પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવને કારણે ત્યાં અભ્યાસ માટે જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અહીં આવતા કુલ આઠ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 40 ટકા ભારતીયો છે.  કેનેડિયન વિદ્યાર્થીઓ જેટલી ફી ચૂકવે છે, તેના કરતાં ભારતીય વિદ્યાર્થીઓ ત્રણથી પાંચ ગણી વધુ ફી ચૂકવે છે. જો જોવામાં આવે તો કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓની ઇકોસિસ્ટમ સંપૂર્ણપણે ભારતીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે. જો ભારત તેના વિદ્યાર્થીઓને કેનેડા જવા પર પ્રતિબંધ મૂકશે તો તે સંપૂર્ણપણે તૂટી જશે.

વાલીઓમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે, અત્યારે કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ છે. આ ઉપરાંત ત્યાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનો માહોલ છે. જોકે, આ વિદ્યાર્થીઓ ભારતના પગલા સાથે સંપૂર્ણ રીતે સંમત છે. એક રિપોર્ટ અનુસાર, બ્રેમ્પટનમાં રહેતા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થી સમુદાયમાં ખાલિસ્તાની ધમકીઓ અને તેના પર ટ્રુડોના વલણની જ ચર્ચા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ