બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Sessions court said to rahul gandhi that words are enough to cause mental agony

સેશન્સ કોર્ટ / 'ડિસમિસ્ડ...', તમારા શબ્દો કોઈને માનસિક પીડા આપવા માટે પર્યાપ્ત...: રાહુલ ગાંધીને કોર્ટે શું કરી ટકોર

Vaidehi

Last Updated: 05:47 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Defamation Case: માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવતાં કહ્યું કે'તમારા મુખમાંથી નીકળતો કોઈપણ અપમાનજનક શબ્દ લોકોને માનસિક પીડા પહોંચાડવા માટે પૂરતો છે.'

  • રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો
  • રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવાઈ
  • શબ્દોની મોટી અસર લોકોનાં મગજ પર થાય છે- જજ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' કેસમાં ગુરુવારે સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આજે સુરતની નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરતી રાહુલ ગાંધીની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. રાહુલે પોતાની અરજીમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. હવે રાહુલ ગાંધીની સજા અકબંધ રહેશે. આ સાથે તેમના પર જેલની તલવાર પણ લટકવા લાગી છે. 

શબ્દોની મોટી અસર લોકોનાં મગજ પર થાય છે- જજ
કોર્ટે નિર્ણય સંભળાવતાં કોંગ્રેસ નેતાને કહ્યું કે'રાહુલ ગાંધીને એક સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષનાં રૂપમાં 'પોતાના એવા  શબ્દો અંગે સાવધાન રહેવું જોઈતું હતું, જેનાથી લોકોનાં મગજ પર મોટી અસર થાય છે. ' કોર્ટે આગળ કહ્યું કે રાહુલ ગાંધીનાં મુખમાંથી નિકળેલો કોઈપણ અપમાનજનક શબ્દ પીજિત વ્યક્તિને માનસિક પીડા પહોંચાડવા માટે પૂરતું છે.'

2 અરજીઓ કરી હતી દાખલ
રાહુલ ગાંધીએ નિચલી કોર્ટનાં આદેશને પડકાર આપતી અરજી 3 એપ્રિલનાં રોજ સેશન્સ કોર્ટમાં કરી હતી. તેમના વકીલોએ 2 નિવેદનો દાખલ કર્યાં હતાં જેમાં એક સજા પર રોક લગાવવા માટે અને બીજી અરજી નિસ્તારણ સુધી દોષિત ઠેરવ્યાનાં આદેશ પર સ્ટે મૂકવા માટેની હતી. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની આ બંને અરજીઓ ફગાવી દીધી છે.

રાહુલ ગાંધી પાસે હવે શું વિકલ્પ? 
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. આ સજાના આધારે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું. હવે સેશન્સ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે માંગ્યો હતો. રાહુલ પાસે હવે બચવાનો એક જ રસ્તો બચ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ