બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / revealed that a famous bodybuilder died of a heart attack in Kota Rajasthan

રાજસ્થાન / નાહવા બેઠેલા બોડી બિલ્ડરને અચાનક આવ્યો હાર્ટ એટેક, બાથરુમમાં ઢળી પડતાં પળમાં ઉડ્યું પ્રાણપંખેરુ

Kishor

Last Updated: 11:02 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના કોટામાં પ્રખ્યાત બોડી બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

  • હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
  • પ્રખ્યાત બોડી બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નીપજયુ
  • પ્રેમરાજ અરોરાનું ન્હાતી વેળાએ મોત

હાલની સ્થિતિએ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રમતી વખતે તો ક્યારેક ડાન્સ કરતી વખતે અને ક્યારેક ચાલતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. જેને લઇને અનેક લોકોના મોત નીપજ્યા છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના કોટા ખાતે સામે આવ્યો છે. જેમાં પ્રખ્યાત બોડી બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે. 42 વર્ષીય પ્રેમરાજ અરોરા પોતાનું રૂટિન કામ પતાવી બાથરૂમમાં નાહવા ગયા હતા. આ દરમિયાન લાંબા સમય સુધી બહાર આવ્યો ન હતો. જેને લઈને પરિવારજનો એ તપાસ હાથ ધરતા પ્રેમરાજ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો.

  revealed that a famous bodybuilder died of a heart attack in Kota Rajasthan

બેસ્ટ પાવર લીફ્ટિંગ ઓફ રાજસ્થાનનો એવોર્ડ મળ્યો

આથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં તેને કાળનો ભેટો થઈ જતા તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. મહત્વનું છે કે પ્રેમરાજના મોતને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. બીજી બાજુ પ્રેમરાજને કોઈ બીમારી ન હોવાનું પણ સામે આવ્યું છે. પ્રેમરાજને 2012-13 માં બેસ્ટ પાવર લીફ્ટિંગ ઓફ રાજસ્થાનનો એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. 

અનેક એવોર્ડ મળ્યા

જ્યારે 2014માં પ્રેમરાજને નાગપુર ખાતે આયોજિત પ્રતિયોગિતામાં મિસ્ટર ઈન્ડિયાનો એવોર્ડ મળ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. તો 2016 અને 18 માં રાજસ્થાન એવોર્ડથી પણ તેમનું સન્માન કરવામા આવ્યું હતું.જાણવા મળતી વિગતો અનુસાર પ્રેમરાજ જીમ ટ્રેનર હતો અને બોડી બિલ્ડીંગ મામલે તેઓને અનેક એવોર્ડ પણ મળ્યા છે. વધુમાં પ્રેમરાજનો સમાવેશ એવા લોકોમાં થતો હતો. જે શરીર બાબતે સખ્ત નિયમોનું પાલન કરતા હતા તથા વ્યસનથી ખૂબ દૂર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ