બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Recession knocks in diamond industry: What are the reasons behind it and when will the layoffs of jewelers stop?

મહામંથન / હીરા ઉદ્યોગમાં મંદીની દસ્તક: શું છે તેના પાછળના કારણો અને ક્યારે અટકશે રત્નકલાકારોની છટણી?

Vishal Khamar

Last Updated: 10:39 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરા ઉદ્યોગની મંદી અને સરવાળે રત્નકલાકારોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારખાનાં બંધ થતા રત્નકલાકારે બેરોજગાર થવાનો વારો આવે છે. ત્યારે રત્નકલાકારોએ સરકાર પાસે રત્નકલાકારની યોજના શરૂ કરવાની પણ માંગ કરી હતી.

હીરા ઉદ્યોગની મંદી પાછળ ટેકનિકલ કે વ્યવસાયિક કારણો હોય શકે પરંતુ હીરાના કારખાનામાં કલાકોના કલાકો કામ કરતો રત્નકલાકાર તો એક જ સવાલ કરશે કે મારી રોજગારીનું શું.. જો એ છૂટો થઈ ગયો તો પછી નવું કામ કયાંથી શોધશે અને કઈ રીતે શોધશે?. કેટલાક રત્નકલાકારો એવા છે કે જેને તેના વતનમાં ખેતીકામ છે એટલે એવા રત્નકલાકારો તો વતન ભણી રવાના થઈને ખેતી પણ કરી લેશે પરંતુ જેનું ઘર કે પરિવાર માત્ર રત્નકલાકારની નોકરી ઉપર જ નભે છે તેનુ શું.. હીરા ઉદ્યોગની મંદી પાછળ જવાબદાર કારણોની વચ્ચે રત્નકલાકારોની સ્થિતિ શું છે.

  • હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે
  • છેલ્લા કેટલાક સમયથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે
  • રશિયા-યુક્રેન યુદ્ધ પછી હીરા ઉદ્યોગને અસર પહોંચી છે

હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે.  છેલ્લા કેટલાક સમયથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી હીરા ઉદ્યોગને અસર પહોંચી છે. હીરા ઉદ્યોગનું વેકેશન પણ લંબાવવામાં આવ્યું છે.કારીગરોને રજા પગાર મળે તેવી શક્યતા પણ ઓછી છે. અનેક કારખાનેદારોએ રત્નકલાકારોને પગાર ચુકવ્યો નથી. હીરા ઉત્પાદનના નાના એકમોમાં વેકશન લંબાય તેવી પૂરી શક્યતા.

  • રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વિદેશથી આવતા હીરા બંધ થયા
  • કાચી હીરાની રફ આવવાનું બંધ થયું
  • હીરાની રફ બંધ થવાથી મોંઘા ભાવે રફ લેવી પડે છે

હીરા ઉદ્યોગમાં મંદી કેમ?
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વિદેશથી આવતા હીરા બંધ થયા છે.  કાચી હીરાની રફ આવવાનું બંધ થયું. હીરાની રફ બંધ થવાથી મોંઘા ભાવે રફ લેવી પડે છે. કારખાનેદારોના ખર્ચમાં મોંઘા ભાવની રફથી વધારો થાય છે. નેચરલ ડાયમંડના વેપારને અસર પહોંચી છે.  છેલ્લા થોડા મહિનામાં 5 હજાર રત્નકલાકારોને છૂટા કરાયા. પોલિશ્ડ ડાયમંડની માંગમાં વૈશ્વિક સ્તરે ઘટાડો થયો. ચીનમાં પણ કોરોના જે તે સમયે બેકાબૂ થતા માંગ ઘટી હતી.  ક્રિસમસના સમયે પણ ખરીદી ઓછી થઈ હતી. સુરતમાં કેટલાક કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દીધી. એક ફેક્ટરી બંધ થવાથી 300 જેટલા રત્નકલાકાર છૂટા થયા. ડાયમંડ વર્કર યુનિયનને પણ અનેક ફરિયાદો મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ