બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / poonch threatening posters hindus and sikhs in poonch threatened to vacate homes

ભયનો માહોલ / આ વિસ્તારને છોડી દો...: કાશ્મીરમાં હિન્દુઓ અને શીખોને મળી ધમકી, ઘરની બહાર પોસ્ટર લગાવી જતાં રહ્યા ઉપદ્રવીઓ

Malay

Last Updated: 07:48 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu and Kashmir News: 'તાત્કાલિક ઘર ખાલી કરીને ચાલ્યા જાવ, નહીંતર ચૂકવવી પડશે ભારે કિંમત', જમ્મુ-કાશ્મીરના પૂંછમાં હિન્દુ અને શીખ પરિવારોને ધમકી

  • જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભયનું વાતાવરણ સર્જાયું
  • ઘણા ઘરો પર ચોંટાડવામાં આવ્યા પોસ્ટર
  • હિન્દુ અને શીખ પરિવારોને આપવામાં આવી ચેતવણી

Jammu and Kashmir News: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં હિન્દુ અને શીખ પરિવારોને ધમકી આપવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા ઘરો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે અને મકાનોને ખાલી કરી દેવાની ધમકી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો તમે આમ નહીં કરો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ઘટનાથી લોકો ડરી ગયા છે. સ્થાનિકોએ પોલીસ અને સેના પાસે ધમકી આપનારા દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોસ્ટરો પર લખેલું હતું ઉર્દૂમાં
વાસ્તવમાં પૂંછ જિલ્લાનું દેગવાર સેક્ટર પાકિસ્તાન સરહદને અડીને આવેલું છે. શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાના આસપાસ લોકો તેમના ઘરોની બહાર લાગેલા પોસ્ટરોને જોઈને ગભરાઈ ગયા હતા. આ પોસ્ટરો પર ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું કે, "તમામ હિન્દુઓ અને શીખ સમુદાયને ચેતવણી આપવામાં આવે છે કે આ વિસ્તાર જલદીથી છોડી દો. અન્યથા તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે."

સુરક્ષા દળોની ટીમ પહોંચી ઘટના સ્થળે
આ ઘટનાની માહિતી મળતાં જ પૂંછ પોલીસ સ્ટેશનના SSO દીપક પઠાનિયા સુરક્ષા દળોની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સરપંચની હાજરીમાં પોસ્ટરો હટાવ્યા હતા. એક પોસ્ટર એડવોકેટ મહિન્દર પિયાસાના ઘર ગીતા ભવનના મુખ્ય દ્વાર પર ચોંટાડવામાં આવ્યું હતું. બીજું પોસ્ટર અને ત્રીજું પોસ્ટર સુજાન સિંહના લૉનમાંથી મળી આવ્યું હતું.

PAFFએ આપી હતી મોટા હુમલાની ધમકી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ મોટા હુમલાની ધમકી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ કરી હતી. આમાં તેણે જમ્મુ અને દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ, જૈશ-એ-મોહમ્મદ દ્વારા સમર્થિત સંગઠન છે. કલમ 370 હટાવ્યા પછી પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ, જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું હતું. PAFF દ્વારા સમયાંતરે સેના અને સરકારને ધમકીઓ પણ આપવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ