બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Narendra Modi on no confidence motion opposition 4 years old video viral

અવિશ્વાસ પ્રસ્તાવ / VIDEO: 2023માં તમે લોકો ફરી...: સાચી પડી PM મોદીની આ વર્ષો જૂની ભવિષ્યવાણી, સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો વીડિયો

Arohi

Last Updated: 01:50 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Old Video: સંસદના મોનસૂન સત્ર વખતે સરકાર અને વિપક્ષ આમને સામને છે. મણિપુર મામલા પર લોકસભા અને રાજ્યસભામાં હંગામો થઈ રહ્યો છે. આ વચ્ચે વિપક્ષ સરકારના વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.

  • સંસદનું મોનસૂન સત્ર
  • સરકાર અને વિપક્ષ આમને સામને
  • વાયરલ થયો PM મોદીનો જુનો વીડિયો 

મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને રાજ્યમાં બગડેલી સ્થિતિને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે. કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓ દ્વારા સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સંસદના મોનસૂન સત્રમાં વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારના વિરૂદ્ધ આ મામલા પર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. 

વિપક્ષ એક તરફ તેના પર રણનીતિ બનાવવામાં લાગી છે તો સોશિયલ મીડિયા પર PM મોદીનો ચાર વર્ષ જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ આવવાની ભવિષ્યવાણી કરી હતી. 

જ્યારે PM મોદીએ કરી હતી ભવિષ્યવાણી 
અવિશ્વાસ પ્રસ્તાવ પર PM મોદીએ વર્ષ 2019માં એક ભવિષ્યવાણી કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે વિપક્ષ 2023માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપની તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જે લોકસભા ચૂંટણી 2019થી પહેલાનો છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિપક્ષ પર સીધો હુમલો કરી રહી છે. 

PM મોદીએ ત્યારે કહ્યું હતું કે હું તમને શુભકામનાઓ આપવા માંગું છે કે તમે તેની તૈયારી કરો કે 2023માં પછી તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડે. તેના પર ત્યારે લોકસભામાં મલ્લિકાર્જુન ખરગેએ PM મોદી પર નિશાન સાધ્યું હતું અને તેને અહંકાર ગણાવ્યો હતો. 

તેના પર PM મોદીએ જવાબ આપ્યો કે અમારૂ સમર્પણ ભાવ છે અહંકારનું પરિણામ છે કે તમે 400 અને 40 પર પહોંચી ગયા છો. અમારી સેવા ભાવની નીતિ છે. માટે અમે 2થી અહીં સુધી પહોંચી ગયા છીએ. 

મણિપુર મામલા પર ભેગો થયો વિપક્ષ 
મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા થઈ રહી છે. આ વચ્ચે બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી રસ્તા પર ફરેરવવાનો વીડિયો વાયરલ થયો હતો જેના બાદ દેશભરમાં વ્યાપક રોષ જોવા મળ્યો. આ સમયે હવે સાંસદના મોનસૂન સત્રની શરૂઆત થઈ ત્યારે વિપક્ષે એકત્ર થઈને આ મામલાને સદનમાં ઉઠાવ્યો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ સદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન પર અડી રહી છે જ્યારે સરકાર ચર્ચાની સાથે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન માટે તૈયાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ