બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi will inaugurate the Parliament building, the Supreme Court rejected the petition and even reprimanded it

મોટા સમાચાર / PM મોદી જ કરશે સંસદના ભવનનું લોકાર્પણ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, ફટકાર પણ લગાવી

Megha

Last Updated: 01:54 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી PILને ફગાવી દીધી છે.

  • નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરશે
  • સુપ્રીમ કોર્ટે અરજી પર શું કહ્યું?
  • સુપ્રીમ કોર્ટે આ અરજી સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો 

સુપ્રીમ કોર્ટે સંસદ ભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનને લઈને ચાલી રહેલા વિવાદ સાથે સંબંધિત જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ખુદ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલે કે નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરશે. 

નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરશે
સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી PILને ફગાવી દીધી છે. વાત એમ છે કે એક તરફ જ્યાં ઉદ્ઘાટન સમારોહને યાદગાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેનો બહિષ્કાર કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટનાક્રમની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન સંદર્ભે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરજી ફગાવી દેતા અરજદારને સખત ઠપકો આપવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપીને બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે અરજી પર શું કહ્યું?
આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે. આવી અરજીઓ પર ધ્યાન આપવું એ સુપ્રીમ કોર્ટનું કામ નથી. આ સાથે જ કોર્ટે અરજદાર એડવોકેટ જયા સુકીનને પણ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે શા માટે તેના પર દંડ લાદવામાં ન આવે. અરજીમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાંથી બાકાત રાખીને સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરનાર પક્ષોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે, તેને સમર્થન આપનાર પક્ષોની સંખ્યા બે ડઝનને વટાવી ગઈ છે. અહેવાલો અનુસાર, ઉદ્ઘાટન સમારોહ માટે 25 પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું છે. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી ઇમારતના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ