બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Pakistan-China made nose water, BRO's new record, half a kilometer of road built in last 5 years

સુવિધા / પાક-ચીનને નાકે પાણી લાવી દીધું, BROનો નવો કીર્તિમાન, છેલ્લા 5 વર્ષમાં બનાવી નાખ્યો અધધ આટલા કિલોમીટરનો રોડ

Vishal Khamar

Last Updated: 11:17 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એ છેલ્લા પાંચ વર્ષમાં અરૂણાચલ પ્રદેશમાં 3097 કિમી અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 3140 કિમી રસ્તાઓનું નિર્માણ કર્યું છે.

  • બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનએ છેલ્લા પાંચ વર્ષમાં રસ્તાઓનું નિર્માણ કર્યું
  • અરૂણાચલ પ્રદેશમાં 3097 કિમી રસ્તાઓનું નિર્માણ કર્યું
  • કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 3140 કિમી રસ્તાઓનું નિર્માણ કર્યું

 બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એ છેલ્લા પાંચ વર્ષમાં અરૂણાચલ પ્રદેશમાં 3097 કિમી અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 3140 કિમી રસ્તાઓનું નિર્માણ કર્યું છે. ભારત સરકારે શુક્રરાવે સંસદમાં  માહિતી આપી છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં જણાવ્યું કે રક્ષા મંત્રાલયે સરહદી વિસ્તારોમાં રોડ બનાવવાનું કામ BRO ને સોંપ્યું છે. નોધપાત્ર રીતે આર્મી દ્વારા પાંચ વર્ષના લાંબા ગાળાના રોલર ઓવર વર્કસ પ્લાનના આધારે પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. 

લદ્દાખમાં 3,140 કિલોમીટરની લંબાઈવાળા 43 રસ્તાઓનું નિર્માણ
તેમના લેખિત જવાબમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાને દેશભરમાં બનેલા રસ્તાઓની લંબાઈનો ડેટા પણ શેર કર્યો. ડેટા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં 10 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 13,525.417 કિલોમીટરની લંબાઈને આવરી લેતા 257 રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. શેર કરેલી માહિતી અનુસાર, BROએ છેલ્લા પાંચ વર્ષમાં અરુણાચલ પ્રદેશમાં 3,097 કિલોમીટરની લંબાઈવાળા 64 રસ્તાઓ અને લદ્દાખમાં 3,140 કિલોમીટરની લંબાઈવાળા 43 રસ્તાઓનું નિર્માણ કર્યું છે.
 

વર્ષ 2020 માં ભારત અને ચીન વચ્ચે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. 1 મે 2020 ના રોજ પૂર્વીય લદ્દાખમાં પેંગોગત્સો તળાવના ઉત્તર કાંઠે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશોના ડઝનબંધ સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી ભારત સરકાર વાસ્તવિક નિયંત્રણ રેખાની આસપાસા માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં વ્યસ્ત છે.

અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બનેલા રસ્તાઓની વાત કરીએ તો, સિક્કિમમાં 18 રસ્તાઓ (663,535 કિમી), ઉત્તરાખંડમાં 22 રસ્તાઓ (947.21 કિમી), જમ્મુ અને કાશ્મીરમાં 61 રસ્તાઓ (2381.963 કિમી) અને રાજસ્થાનમાં 13 રસ્તાઓ (884.309 કિમી) બનાવવામાં આવ્યા છે. ભટ્ટે વધુમાં માહિતી આપી હતી કે ભારત સરકાર 16 રાજ્યો અને બે રાજ્યોના 117 સરહદી જિલ્લાઓમાં સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદો (0-10 કિમીની અંદર સ્થિત આવાસોમાં) સાથે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (BADP) અમલમાં મૂકી રહી છે. BADPનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ની નજીક રહેતા લોકોને વિશેષ વિકાસલક્ષી જરૂરિયાતો પૂરી પાડવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ