બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / mileage tips for cng car these tips will give better mileage from your vehicle

તમારા કામનું / શું તમારી CNG કાર નથી આપી રહી શાનદાર માઈલેજ? તો ગભરાશો નહીં, બસ ફૉલો કરો આ ટિપ્સ ને જુઓ પછી

Arohi

Last Updated: 12:37 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mileage Tips For CNG Car: ભારત સરકાર પણ પેટ્રોલ-ડીઝલના ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે લોકોને બીજા ઓપ્શન અપનાવવાની અપીલ કરી રહી છે.

  • તમારી CNG Car કાર આપે છે ઓછી માઈલેજ? 
  • તો ગભરાવવાની જરૂર નથી 
  • આ રીતે વધારો તમારી કારની માઈલેજ 

જો તમારી પાસે એક CNG Car છે અને તે સારી માઈલેજ નથી આપી રહી તો અમે આજે તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરવા પર તમે પોતાની CNG Carથી સારી માઈલેજ મેળવી શકશો. 

ટાયર પ્રેશર
કારના ટાયરમાં ઓછી હવા હોવાના કારણે તેની સીધી અસર માઈલેજ પર પડે છે. માટે તમારી ગાડી અનુસાર ટાયરમાં હવા હંમેશા યોગ્ય રાખો અને વચ્ચે વચ્ચે તેને ચેક પણ કરાવતા રહો. 

વારંવાર એક્સેલેટરનો ઉપયોગ 
જો તમે એન્જિન ઓન કરીને રેડલાઈટ પર ઉભા છો કે કોઈની રાહ જોઈ રહ્યા છો તો તેને બંધ કરી દો. કારણ તે તેનાથી પણ તમારી માઈલેજ બગડી શકે છે. 

ગાડીમાં કામ વગરનો સામાન ભેગો કરી વજન ન વધારો 
મોટાભાગના લોકો પોતાની ગાડીમાં કામ વગરનો સામાન મુકી રાખે છે. જેનાથી કારમાં વજન વધવા લાગે છે. તેનાથી માઈલેજ ઓછી થઈ જાય છે. તેનાથી બચવું જોઈએ. 

એર ફિલ્ટર અને ક્લચની કંડીશનનું રાખો ધ્યાન 
તેનું ધ્યાન રાખવા માટે સૌથી સારી રીત કારની સાથે આવનાર મેનુઅલને વાંચી લો. જેથી તમને એ વાતની જાણકારી થઈ શકે કે તેની સર્વિસને કેટલા કેટલા સમય પર કરાવવાની હોય છે. સાથે જ તેના એક ફિલ્ટરને સમય-સમય પર સાફ કરતા રહો અને જરૂર પડવા પર બદલતા રહો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે ક્લચ પ્રોપર રીતે કામ કરી રહ્યો છે કે નહીં. જો તેમાં કોઈ પ્રકારની મુશ્કેલી થઈ રહી છે તો તેની અસર માઈલેજ પર પડશે. 

યોગ્ય સ્પાર્ક પ્લગનો ઉપયોગ
આ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તમારી સીએનજી કારમાં તેના એન્જિનના હિસાબથી યોગ્ય સ્પાર્ક પ્લગનો યુઝ કર્યો છે કે નહીં. તેની તપાસ કરાવી લો અને યોગ્ય સ્પાર્ક પ્લગ ન હોવા પર તેને બદલાવી દો. 

સીએનજી સિસ્ટમની કાળજી 
તમારી કારમાં રહેલા સીએનજી સિસ્ટમને સમય સમય પર ચેક કરો. ત્યાં જ તેમાં લીકેજ જેવી કોઈ ફરિયાદ તો નથી જોવા મળી રહી તેનું ધ્યાન રાખો અને તરત જ ઓર્થરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર તેને બતાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ