બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Jailer made 500 crores in 10 days, another big film of 2023 |

ધોમ કમાણી / 'જેલર સાબ', સામે ગદર-2ની બત્તી ગૂલ, 10 દિવસમાં 500 કરોડનો વકરો, 2023ની બીજી મોટી ફિલ્મ

Kishor

Last Updated: 12:03 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રજનીકાંતની ફિલ્મ 'જેલર' 10 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. જે હાલ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે.

  • ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે
  • ફિલ્મનું પ્રથમ દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન રૂ. 90 કરોડથી વધુ રહ્યુ
  • 'જેલર' ફિલ્મ હવે 2023ની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની

ભારતીય સિનેમાના મેગાસ્ટાર કહેવાતા રજનીકાંતની ફિલ્મ જગતમાં રીએન્ટ્રી ધમાકેદાર રહી છે. તેમની ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રજનીકાંતની ફિલ્મ 'જેલર' 10 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. જે હાલ કમાણીનો પહાડ સર્જી રહી છે. પહેલા જ દિવસથી જ ભવ્ય ડેબ્યૂ કરનાર આ ફિલ્મનું પ્રથમ દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન રૂ. 90 કરોડથી વધુ હતું.

બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરી લીધો

'જેલર' ફિલ્મ હવે 2023ની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. જેલરે આ 10 દિવસમાં બોક્સ ઓફિસ પર રેકોર્ટ પોતાને નામ કર્યા છે. ટ્રેલર દરમિયાન જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધોમ કમાણી કરશે તેવા સંકેતો મળ્યા હતા. માત્ર જ 10 દિવસમાં આ ફિલ્મએ વિશ્વભરના બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તે 500 કરોડની કમાણી કરનાર બીજી સૌથી ઝડપી ફિલ્મ બની છે.

7 ફિલ્મોએ જ 500 કરોડનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન મેળવ્યું
જેલર' હવે બીજા નંબર પર છે જેના વિશ્વભરમાં કલેક્શનનો આંકડો 510 કરોડ નો આંકડો પર કર્યો છે. 'જેલર' તમિલ ઇન્ડસ્ટ્રીની માત્ર ત્રીજી ફિલ્મ છે જેણે વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી છે. પ્રથમ રજનીકાંતની '2.0' ફિલ્મ બાદમાં 'પોનીયિન સેલવાન 1' એ 500 કરોડનો આંકડો પાર કર્યો હતો અને હવે આ સિદ્ધિ જેલરે મેળવી છે.આ વર્ષે ભારતીય ફિલ્મોના વિશ્વવ્યાપી કલેક્શનમાં શાહરૂખ ખાનની 'પઠાણ' સૌથી પહેલા જેણે 1050 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.  રજનીકાંતની 'જેલર' હવે બીજા નંબર પર છે, જેના વિશ્વભરમાં કલેક્શનનો આંકડો 510 કરોડ છે. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમા માત્ર  7 ફિલ્મોએ જ 500 કરોડનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન મેળવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ