બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / It is not appropriate to use these words for the wife, the High Court warned

મહારાષ્ટ્ર / 'તારામાં અક્કલ જેવુ છે કે નહીં! પાગલ છું': પત્ની માટે આવા શબ્દોનો પ્રયોગ યોગ્ય નથી, હાઇકોર્ટે આપી ચેતવણી

Priyakant

Last Updated: 03:23 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bombay High Court News: બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિનની બેન્ચે કહ્યું કે, આવું કહેવું ગંદી ભાષામાં અપશબ્દો બોલવા સમાન

  • બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક કેસમાં મોટી ચેતવણી આપી
  • 'તારામાં અક્કલ જેવુ છે કે નહીં! પાગલ છું' શબ્દ પ્રયોગ યોગ્ય નથી: હાઇકોર્ટ 
  • આવું કહેવું ગંદી ભાષામાં અપશબ્દો બોલવા સમાન: બોમ્બે હાઈકોર્ટ

Bombay High Court : બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક કેસમાં મોટી ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, આપણાં રોજિંદા જીવનમાં કેટલાક કિસ્સાઓમાં કોઈ ઘમંડી પતિઓ ઘણીવાર તેમની પત્નીઓને તું પાગલ છે, તને અક્કલ નથી ? આ કહેતા સંભળવતા હોય છે. જોકે હવે બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે, મરાઠીમાં "તુલા અક્કલ નહીં, તુ વેદી અહેસ" જેવા શબ્દો, જેનો અનુવાદ "તારે મગજ નથી, તું પાગલ છો, તે શબ્દ યોગ્ય સંદર્ભ વિના ઉપયોગ કરી શકાતો નથી.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિનની બેન્ચે કહ્યું કે, આવું કહેવું ગંદી ભાષામાં અપશબ્દો બોલવા સમાન છે. કોર્ટે સ્વીકાર્યું કે, આવા શબ્દોનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. આવા શબ્દો આદરણીય ભાષા તરીકે લાયક નથી. જો આ અપમાનના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે તો તે યોગ્ય નથી.

અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આપી ચેતવણી 
એક અરજીમાં પત્નીએ આવા દાખલા ટાંક્યા હતા અને પતિ પર માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પત્નીનો આરોપ છે કે, તે મોડી રાત્રે ઘરે પરત ફરતો હતો અને જ્યારે બહાર જવાનું કહેવામાં આવે ત્યારે અવાજ ઉઠાવતો હતો. જોકે કોર્ટે કહ્યું કે, પત્નીએ એવી ઘટનાઓની ચોક્કસ વિગતો આપી નથી કે જેમાં આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી માત્ર આ શબ્દો કહેવાથી બદનક્ષીભરી ભાષા નથી.

શું છે સમગ્ર મામલો ? 
એક દંપતીએ 2007 માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના થોડા સમય પછી જ તેમના મતભેદોનો સામનો કરવો પડ્યો હતો. પતિએ દલીલ કરી હતી કે, પત્ની પહેલાથી જ જાણતી હતી કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહેશે, પરંતુ લગ્ન પછી તેણે ફરિયાદ કરવાનું શરૂ કર્યું અને અલગ રહેવાની વ્યવસ્થા ઇચ્છતી હતી. પતિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પત્ની તેના માતા-પિતાને માન આપતી નથી અને તેમનું ધ્યાન રાખતી નથી અને તેમનું લગ્નજીવન છોડી દીધું છે.

પત્નીએ શું કહ્યું ? 
આ તરફ પત્નીએ દાવો કર્યો હતો કે, તેનું પરિણીત જીવન એક દુઃસ્વપ્ન હતું અને તેણે આ પહેલા ક્યારેય આવા દુર્વ્યવહારનો સામનો કર્યો ન હતો. હાઈકોર્ટે નક્કી કર્યું હતું કે, એફઆઈઆરની તપાસમાં બહાર આવ્યું છે કે, પત્નીએ પતિ સામે ખોટા આક્ષેપો કર્યા હતા અને આ આરોપો ટ્રાયલ દરમિયાન તેની જુબાની સાથે અસંગત હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ